રાજેન્દ્ર ઠાકર/કચ્છઃ કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF)ના ચાર જવાનો કોરોના વાયરસના ઝપેટમાં આવ્યા છે. આ ચાર નવા કેસની સાથે કચ્છ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. તો આજે બે દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસએફના જવાનો કોરોનાના ભરડામાં
કચ્છ સાથે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જોડાયેલી છે. તેની સુરક્ષાની જવાબદારી બીએસએફના જવાનો સંભાળે છે. ત્યારે હવે કોરોના વાયરસનું સંક્રમણ જવાનોમાં પણ પહોંચ્યું છે. હાલ તો આ જવાનોને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


દર્દીઓની સેવા દરમિયાન થયા સંક્રમિત, આઠ દિવસમાં કોરોનાને હરાવ્યો, વાંચો સિવિલના નર્સની કહાની  


કચ્છમાં અત્યાર સુધી 119 કેસ નોંધાયા
આ ચાર નવા કેસની સાથે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. તો આજે બે દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કચ્છમાં અત્યાર સુધી કુલ 92 લોકો સારવાર બાદ સાજા થયા છે. તો અત્યાર સુધી 7 લોકોના કોરોના વાયરસને લીધે મોત થયા છે. કચ્છમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 20 છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube