VIDEO જૂનાગઢ: બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4ના દર્દનાક મોત, અનેક ઘાયલ
આ અકસ્માત બાદ પંચનામું કરવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પીસીઆર વાનને પણ ટ્રેક અડફેટે લેતા 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
જૂનાગઢ: જૂનાગઢ નજીક વડાલ અને ચોકી વચ્ચે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં મહિલા સહિત 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત બાદ પંચનામું કરવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પીસીઆર વાનને પણ ટ્રેક અડફેટે લેતા 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
વીડિયો માટે કરો ક્લિક..જૂનાગઢ: બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4ના દર્દનાક મોત
મળતી માહિતી મુજબ વડાલ અને ચોકી વચ્ચે એક બંધ ટ્રક રાજકોટથી આવતી ખાનગી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાં પાછળથી ઘૂસી જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ થયો. અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજકોટ અને ગોંડલના સોની વૈશ્ણવ સમાજના એક જ પરિવારને આ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
અકસ્માતનો ભોગ બનેલા લોકો રાજકોટથી ઉનાના ગુપ્ત પ્રયાગ મંદિરે ધાર્મિક કાર્યક્રમ માટે જઈ રહ્યાં હતાં. ઘાયલોને જેતપુર ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતનું પંચનામું કરવા ગયેલા જૂનાગઢ તાલુક પોલીસની PCR વાનને પણ ટ્રકે અડફેટે લઈ લેતા 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.