ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં મંગળવારના રાતે વિરાટનગરના એક મકાનમા ખૂની ખેલ ખેલાયો હતો. એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ, ઘરનો મોભી જ સમગ્ર કેસમાં ફરાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજી પણ શંકાસ્પદ હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર
વિરાટનગરના એક મકાનમાં આસપાસના લોકોને દુર્ગંધ મારતી હતી. જેથી આસપાસના રહીશોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક આવીને મકાનને તોડવાની કામગીરી કરી હતી. જેમાં અંદર ચાર મૃતદેહો પડ્યા હતા. પોલીસ પણ મકાનની અંદરનો ભયાનક નજારો જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ચારેય મૃતદેહ એક જ પરિવારના છે. તેમના નામ સોનલ મરાઠી, દાદી સુભદ્રાબેન મરાઠી, ગણેશ મરાઠી અને પ્રગતિ મરાઠી છે. તો સમગ્ર મામલે ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસ હાલ વિનોદ મરાઠીને શોધી રહી છે. સમગ્ર હત્યાકાંડ ઘરકંકાસમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. 


આ પણ વાંચો : Petrol Diesel Price: સાડા પાંચ મહિના પછી ગુજરાતમાં ફરીથી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર


બોર્ડની પરીક્ષાના ટેન્શને બે દિવસમાં બે વિદ્યાર્થીઓનો ભોગ લીધો, બંનેના હાર્ટ એટેકથી મોત



ચાર દિવસ પહેલા હત્યા થઈ હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તમામ સદસ્યોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. ચાર દિવસથી તમામનો મૃતદેહ અંદર જ પડ્યો હતો. જેને કારણે મૃતદેહો સડી ગયા હતા અને તેમાંથી દુર્ગંઘ આવવા લાગી હતી. આ દુર્ગંઘ આસપાસના રહીશો સુધી પહોંચી હતી. આખરે કેમ ચાર લોકોના પરિવારજનો દ્વારા કોઈ સંપર્ક કરવામાં ન આવ્યો તે મોટો કોયડો છે. 


વિનોદે સાસુને છરી મારી હતી
થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી.