Kheda News ખેડા : દાંડી બીચ અને પોઈચા ખાતે ડૂબી જવાથી મોતના ઘટના હજી તાજી જ છે, ત્યાં ગુજરાતમાં વધુ એક દુર્ઘટના બની છે. ગળતેશ્વર નદીમાં ડૂબતા ત્રણ મિત્રોના મોત નિપજ્યા છે. ગળતેશ્વરમાં અમદાવાદથી ફરવા આવેલા 4 યુવકો ડૂબ્યા હતા, જેમાં સ્થાનિક તરવૈયાઓએ એકને ડૂબતા યુવકને બચાવ્યો હતો. ત્રણ યુવાનના મૃતદેહ મળ્યા છે. અમદાવાદથી કુલ 9 મિત્રો ગળતેશ્વર ફરવા આવ્યા હતા, એક મિત્રને ડૂબતા બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પાણીમાં કૂદ્યા હતા. જેમાં આ દુર્ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી અનુસાર, મહીસાગર નદીમાં ડૂબતા એક મિત્રને બચાવતા એક બાદ એક એમ ચાર મિત્રો પાણીમાં ગરકાવ થયા હતા. 9 જેટલા મિત્રો અમદાવાદથી ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. ગળતેશ્વર નદીમાં નાહવા આવેલા મિત્રોમાંથી ચાર લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાં એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો છે. તો ત્રણ લોકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા. 


ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા


મૃતકોમાં સુનિલ કુશવાહ (વટવા, અમદાવાદ) અને હિતેશ ચાવડા (ખોખરા, અમદાવાદ) નો સમાવેશ થાય છે. ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી છે. સેવાલીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને ખસેડાયા છે. 


આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી