આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી

Amul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે

આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી

Loksabha Election Result 2024 : લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. આજથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. હવે સવાલ એ છે કે, અમૂલ દૂધના ભાવ વધતા ગુજરાતની અન્ય ડેરીઓ પણ ભાવ વધારશે કે નહિ. 

દૂધનો નવો ભાવ 

  • અમૂલ ગોલ્ડ 66 રૂ લીટર
  • અમૂલ શક્તિ 60 રૂ લીટર
  • અમૂલ તાજા 54 રૂ લીટર

મોંઘવારીના મારથી દેશની જનતા પહેલેથી જ પરેશાન છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં વધુ એક ભાવ વધારાએ ગૃહિણીઓને ચક્કર લાવી દીધા છે.

બરોડા ડેરી પણ ભાવ વધારશે
અમૂલ બાદ બરોડા ડેરી દૂધના ભાવ વધારાશે. જે માટે બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેવામાં આવશે. આજે બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે. દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાશે તેવું કહેવાઈ રહ્યું છે. 

હાઈવે પર ટોલટેક્સમાં પણ વધારો 
ચૂંટણીના પરિણામ પહેલા એક નહિ, મોંઘવારીને બે માર પડ્યા છે. પરિણામ પહેલાં ટોલ ટેક્સનો વધુ એક માર ઝીંકાયો છે. ટોલ ટેક્સ પર 5 ટકા વધારો ઝીંકાયો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સ વધાર્યો છે. આ પહેલા 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવાનો હતો. પરંતુ આચાર સંહિતાના પગલે હવે વધારો કરાયો છે. નવો ટોલ ટેક્સનો ભાવ વધારો આજથી જ લાગુ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news