હિતલ પારેખ, ગાંધીનગર: પ્રશાસન દ્વારા મંગળવારના રોજ રાત્રીના સમયે સયાજી હોસ્પિટલના પહેલા માળે આવેલા કોવીડ આઇસીયુમાં આગની હોનારતને ગંભીરતા સાથે લઈને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના દિશાસૂચન પ્રમાણે સમુચિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના અનુસંધાને જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005ની કલમ 30ની જોગવાઈઓ પ્રમાણે ચાર સદસ્યોની તપાસ સમિતિની રચના કરવા હુકમ કર્યો છે. આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઈ,ખૂબ ઝીણવટભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વહેલામાં વહેલી તકે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ( વહીવટ) સુધીર પટેલના વડપણ હેઠળ તેની રચના કરવામાં આવી છે.


આ સમિતિના અન્ય સદસ્યોમાં જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ, ગોત્રીના ડીન વર્ષા ગોડબોલે, આ સંસ્થાના જ એસોસિએટ પ્રાધ્યાપક(એનેસ્થેટિક) નીતા બોસ અને એમ.જી.વી.સી. એલ.,વડોદરાના અધિક્ષક ઇજનેર બી.જે.દેસાઈ નો સમાવેશ થાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube