મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદમાંથી નવજાત બાળકી મળવાની ચાર અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકી મળી આવી હતી. જેમાં ત્રણ બાળકીઓ જીવિત ત્યજી દેવાયેલી અને એક બાળકી મૃત હાલતમાં કચરા પેટીમાંથી મળી આવી હતી. જો કે, આ તમામ કિસ્સાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકીને તરછોડનારની શોધખોળ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તો કેવો પ્રેમ છે માતાનો કે 9 મહિના સુધી જે બાળકીને પોતાના પેટમાં રાખી અને જન્મ દેતાની સાથે જ ત્યજી દીધી. અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જો કે, આ 4 બાળકીમાંથી ત્રણ જીવિત હાલતમાં મળી આવી છે. જ્યારે એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. શહેરના એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર અને ફતેહવાડી વિસ્તારમાંથી 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે.


આ પણ વાંચો:- કોરોના વેક્સીનનો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી


શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કોચરબ ગામ પાસે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાંથી સફેદ કોથળીમાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. તો બીજી તરફ શાહીબાગ વિસ્તારમાંથી આંખની હોસ્પિટલ પાસેથી એક કચરા પેટીમાંથી દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી મળી આવી હતી. જ્યારે અન્ય કિસ્સામાં વેજલપુરમાં એક દિવસમાં બે જીવિત બાળકીઓ મળી આવી હતી. ફતેહવાડી વિસ્તારમાંથી એક બાળકી રોડ ઉપરથી મળી આવી હતી. જ્યારે વેજલપુરમાં એક બાળકી કાર નીચેથી મળી આવી હતી.


આ પણ વાંચો:- સીએમ રૂપાણી હાલ 24 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ, આજના તમામ કાર્યક્રમો કરાયા રદ


ત્યારે આ મામલે શહેર પોલીસ દ્વારા નવજાત બાળકીઓને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કયા કારણોસર બાળકીઓને ત્યજી દેવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube