Corona Vaccine નો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી

રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં જે કોરોના વોરિયર્સને (Corona Warriors) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો તેઓને આજથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે

Corona Vaccine નો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી

અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં જે કોરોના વોરિયર્સને (Corona Warriors) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો તેઓને આજથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે સવારે 10 વાગ્યાથી કોરોના વેક્સીનનો બીજા ડોઝ આપવામાં આવશે.

આજથી સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ (Second Dose Of Corona Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના વોરિયર્સને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ ડોઝના 28 દિવસ બાદ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો હોય છે. જો કે, કોરોના વેક્સીન લીધાના કુલ 42 દિવસ બાદ એન્ટીબોડી (Antibody) ડેવલપ થતી હોય છે.

ત્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે સવારે 10 વાગે કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીના રોજ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર કોરોના વોરિયર્સને બીજો ડોઝ આપવામાં આવશે. કોવિન સોફ્ટવેરના માધ્યમથી વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારે કોરોના વેક્સીનનો બીજો ડોઝ રાજ્યભરના વેક્સીનેશન સેન્ટર પર પહોંચાડી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કુલ 317 કેન્દ્રો પર 6,983 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7,91,602 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. તો બીજી તરફ રાજ્યમાં કુલ 247 કોરોના દર્દી નોંધાયા હતા. ત્યારે 270 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,59,104 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.69 ટકા થઇ ચુક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news