ડીસા : ડીસાના હેડાલ ગામ ખાતે1 અજગરને જીવતો સળગાવી દેવાનો વીડિયો વાઇરલ કરનારા ચાર શખ્સો વિરુદ્ધ વન વિભાગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે ચારેય શખ્સો નાસી છુટ્યા હતા. જો કે ભીલડી પોલીસે ચારેય વ્યક્તિઓને બેડાલ ગામની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએ ઝડપી પાડ્યા હતા. ડીસા તાલુકાનાં બેડાલ ગામ ખાતે ચાર શખ્સોએ અજગરને જીવતો સળગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થયાની ઘટના સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: તહેવારની સિઝનને ધ્યાને રાખી તમામ ભીડભાડ વાળા સ્થળે ચેકિંગના આદેશ

વન વિભાગ દ્વારા ચારેય શખ્સો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. જો કે આ તમામ આરોપીઓ ગામ છોડીને ભાગી ગયાની માહિતી સામે આવી હતી. જેના પગલે વન વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયા દાખલ કરી હતી. વન વિભાગે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસને અપીલ કર્યા બાદ પોલીસે બાતમીનાં આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. ભીલડી પોલીસે બાતમીનાં આધારે તમામ આરોપીઓને બોડાલ ગામની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએથી ઝડપી લીધા હતા. 


અમદાવાદ : સાણંદમા આંગણવાડીના 11 બાળકોને ફૂડપોઇઝનીંગની ઘટના, તંત્રમા દોડધામ
વડોદરા: અલકાપુરીમાં પ્રચંડ બ્લાસ્ટ, સીસીટીવીમાં કેદ થઇ સમગ્ર ઘટના
આરોપીઓમાં ઠાકોર શ્રવણ ખેમાજી, ઠાકોર પ્રભાત શંભુજી ઉર્ફે ઠાકોર મોકા શંભુજી, ઠાકોર પુનમાજી હાલુજી અને ઠાકોર હકાજી ચચાજીને ઝડપી લીધા હતા. હાલ તેમને પોલીસ મથકે લાવીને પુછપરછ ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક પુછપરછ બાદ વન વિભાગને સોંપવામાં આવશે. વન વિભાગ દ્વારા તેની વિરુદ્ધ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીડિયો વાઇરલ થયા બાદ ચોતરફથી આ લોકો પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો હતો.