ઝી ન્યૂઝ/સુરત: સુરતમાં મિકેનિકલ એન્જિન્યરીંગમાં ડિપ્લોમાં કરી રહેલા ચાર મિત્રોએ સાથે મળી એક હ્યુમન રોબોટ બનાવ્યો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વીડિયો અપલોડ થતા લાખો લોકોએ એક જ દિવસમાં નિહાળ્યો. સુરત શહેરમાં જયારે આ રોબોટ ગાડીમાં બેસીને આ વિદ્યાર્થી નીકળે છે ત્યારે લોકો આશ્ચર્યથી ઉભા રહી જાય છે. નાના બાળકો થોડા ડર સાથે આ વિચિત્ર ગાડીને જોઈ રહે છે કારણ કે જે રોબોટ છે, તે માનવ આકારમાં છે એટલે કોઈ માણસ ગાડી ખેંચતો દોડતો હોય તેવું લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના યુવાનો અગ્નિવીર બનવા થનગની રહ્યા છે, પણ 4 વર્ષ બાદ શું...? આ જવાબો સાંભળો..


પાંડેસરા વિસ્તારમાં રહેતાં સંગમ મિશ્રા, શિવમ મેર્યા બી.ટેક.માં અભ્યાસ કરી રહ્યા છે. જયારે બીજા તેનાં મિત્રો શુભમ મેર્ય મિકેનિકલ એન્જિનિયરિંગ અને શિવાસિંહ તો ધો.12માં અભ્યાસ કરે છે. આ ચારેય મિત્રો ઘણા વર્ષોથી જૂદા જૂદા પ્રોજેકટ ઉપર કામ કરે છે. ત્યારે દોઢમહિના પહેલા નકકી કર્યું કે કાંઈક નવીન કરવું અને રોજબરોજની જિંદગીમાં કામમાં આવે તેવી શોધ કરવી. 


જુનિયર ક્લર્કની પરીક્ષા મુદ્દે મોટા સમાચાર, જાણો વડોદરા પોલીસ કમિશ્નરનું જાહેરનામું


સતત 45 દિવસ એટલે કે દોઢ મહિનાના સખત પરિશ્રમથી હ્યુમન રોબોટ બનાવવામાં સફળતા મળી. આ ક્રિએટિવ રોબોટને સુરતના જાહેર માર્ગો ઉપર ઉતારતા લોકોના ટોળેટોળાં આ વિચિત્ર વાહનને જોવા ઉભા રહી ગયા હતા. આ બાબતે સંગમ મિશ્રા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે,''લોકોનો પ્રતિસાદ અમારી કલ્પના બહાર છે. અમે તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, લોકોનો આટલો પ્રેમ મળશે. 


અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં પોલંપોલ! હાટકેશ્વર બાદ આ બ્રિજમાં ખૂલ્યો મોટો છબરડો!


આ રોબોટ દિવ્યાંગો, બાળકોને શાળાએ લાવવા લઈ-જવા, આ ઉપરાંત ટેકસટાઇલ માર્કેટમાં માલ સામાનની હેરફેર માટે ખૂબજ ઉપયોગી બનશે.'' સરકાર જો આવી પ્રતિભાને યુવાનીમાં યોગ્ય સપોર્ટ, સંશોધન ક્ષેત્રે આર્થિક હોય કે બ્યુરોક્રસી લેવલે હોય, તેમની જરૂરિયાત સંતોષાયતો તેઓ ઉભરી આવશે. 


12 વર્ષ પછી સર્જાશે આ બે બળવાન ગ્રહોની યુતિ, 12માંથી 3 રાશિના લોકોને થશે લાભ


એક વાત અહીં ચોક્કસ કહીં શકાય કે આપણાં ગુજરાતમાં પણ આવા ટેલેન્ટેડ અને એનાલીટીકલ બુઘ્ધીકેશલ ધરાવતાં અનેક વિદ્યાર્થીઓ છાને ખૂણે પણ જોવા મળે છે. સવાલ એમને પ્રોત્સાહિત કરવાનો હોય છે. આવાં વિદ્યાર્થીઓ ભવિષ્યની એડવાન્સ ટેક્નોલોજી માટે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અનેક કિર્તીમાનો સ્થાપી શકે છે.