બુરહાન પઠાણ, આણંદઃ આણંદ જિલ્લામાં ફેસબુક પર લોન અપાવવાની ભ્રામક જાહેરાતોથી લોકો સાથે છેતરપિંડી કરતા 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે...પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓએ લોકો સાથે કુલ 1.46 લાખ રૂપિયાની ઢગાઈ કરી છે...આ મામલે 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે...જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલું છે...ઝડપાયેલા આરોપીઓ કેવી રીતે લોકો સાથે ઠગાઈ કરતા, જોઈએ આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા ભાગે લોકો ઈન્સ્ટાગ્રામ, ફેસબુકનો ઉપયોગ ફોટોઝ પોસ્ટ કરવા તેમજ માર્કેટિંગ કરી ધંધાને વિક્સાવવા કરતા હોય છે...જો કે આજકાલ સાઈબર આરોપીઓ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સામાન્ય લોકોને છેતરવા માટે કરી રહ્યાં છે...સાઈબર ઠગબાજો ખોટી ભ્રામક જાહેરાતો પોસ્ટ કરી લોકોને લલચાવતા હોય છે અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી લેતા હોય છે...આવો જ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે...જ્યાં મોગરી ગામે રહેતા 6 શખ્સો ફેસબુક પર લોન અપાવવાની ભ્રામક જાહેરાતો મુકીને લોકો સાથે રૂપિયા 1.46 લાખની છેતરપિંડી આચરી છે...પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે...જ્યારે 2 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે...ઝડપાયેલા આરોપીઓના નામ છે...


પહેલા આરોપીનું નામ છે વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી...
બીજા આરોપીનું નામ છે વિશાલ મહીજીભાઈ વણકર...
ત્રીજા આરોપીનું નામ છે પાર્થ મનોજભાઈ ગોહેલ...
ચોથા આરોપીનું નામ છે હર્ષિત અશોકભાઈ સોલંકી...


આ પણ વાંચોઃ પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરીશું, કોંગ્રેસનો આટલી સીટનો દાવો


પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે... તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત ષડયંત્ર રચીને ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.
જેમાં લોન અપાવવાની ભ્રામક જાહેરાતો ખોટા નામથી પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટ જોઈ મોબાઈલ નંબર આપતાં લોકો સાથે આરોપીઓ મેસેજ અને ફોનથી વાત કરતા હતા. આરોપીઓ લોકોને 2250 રૂપિયા ભરીને લોગઈન કરવું પડશે તેમ જણાવતાં
બાદમાં જુદા-જુદા બેંક એકાઉન્ટના QR કોડ મોકલીને નાણાં મેળવતાં હતા.


આરોપીઓ લોકોને લોન મેળવવા સિબીલ સ્કોર ઓછો પડે છે તેવું જણાવતાં. સિબીલ સ્કોર ઓછો હોય તો પણ લોન મેળવવા માટે અમુક રૂપિયા ભરવા પડશે તેમ જણાવતાં હતા. આરોપીઓ ભોગ બનનારને સર્વર ડાઉન છે તેમ જણાવી તેમનો ફોન બ્લોક કરી નાખતા હતા. આરોપીઓ બીજાના ગ્રાહકોને ફોન કરીને બેંક મેનેજર અથવા લોન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરતા હોવાની ઓળખ આપી રૂપિયા પડાવતા હતા.  એક ભોગ બનનાર વ્યક્તિએ વલ્લભવિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.


આ પણ વાંચોઃ ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત


પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે સાયબર ગઠીયાઓએ ગુનાહિત કાવતરામાં પેટલાદ, પેટલાદના અરડી, વડોદરા, દાહોદ તેમજ અમદાવાદ સરખેજના લોકોના નાણાં પડાવી રૂપિયા 1.46 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી છે...વધુ તપાસ કરતા સામે આવ્યું કે આરોપી વિરલકુમાર ખ્રિસ્તી HDFC ફાઈનાન્સના લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો...જો કે તેને કોઈ કારણોસર નોકરીમાંથી કાઢી મુક્તા તેણે લોકોને લોન અપાવવાના બહાને ઢગવાનું નક્કી કર્યું...આરોપી વિરલ સામે અગાઉ ખંભાત સિટી તથા કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ નોંધાયેલા છે...


હાલ તો પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે...બીજી તરફ પોલીસે અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે...આ પ્રકારના કોઈ સાઈબર ફ્રોડ લોકો સાથે થયા હોય તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરી છે.