ગાંધીનગર: DYSO હોવાની ઓળખ આપી રોફ ઝાડતા એક વ્યક્તિની ધરપકડ
નકલી ડીવાયએસઓની ઓળખ આપવા ઉપરાંત ગાડી પાછળ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખાવીને ફરતા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી
ગાંધીનગર : ગાંધીનગરમાંથી (Gandhinaar) નકલી ડીવાયએસો (DySo) બનીને રોફ મારતો એક વ્યક્તિ ઝડપાયો છે. જેણે પોતાની કાર પાછળ પણ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત (Government of Gujarat) લખાવ્યું હતું. ગાંધીનગર એલસીબી દ્વારા સેક્ટર-3માં રહેતા રમેશ માધાભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. આ અંગે હાલ પોલીસ તેને કસ્ટડીમાં લઇને પુછપરછ કરી રહી હતી. આ મુદ્દે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર એલસીબીને બાતમી મળી હતી કે રમેશ ચોધરીની નકલી અધિકારી બનીને લોકો વચ્ચે પોતાનો રોફ ઝાડી રહ્યો છે. જેથી તપાસ કરતા ધ્યાને આવ્યું કે, મુળ બનાસકાંઠાનો રહેવાસી અને હાલ ગાંધીનગર સેક્ટર-3માં રહેતો રમેશ ચૌધરી પોતાની જાતને ડીવાયએસઓ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત તે મિનિસ્ટ્રી ઓફ અફેર્સ વિભાગમાં ડીવાયએસઓ હોવાનું જણાવીને રોફ ઝાડે છે.
જૂનાગઢમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની કફોડી સ્થિતી, સરકાર તરફ આશાભરી મીટ !
જીલ્લામાં ખેડૂતો લીલા દુષ્કાળથી પાયમાલ, અધિકારી સર્વે કરવા ફરકતા જ નથી
આ ઉપરાંત તેણે પોતાનો પરિવાર અને મિત્રો સ્વિકારે તે માટે ગાડીની પાછળ પણ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લાલરંગથી લખાવ્યું છે. આ અંગે માહિતી મળતા હાલ આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ એલસીબીએ તેને રંગે હાથે ઝડપી લીધો છે. એલસીબીએ કચેરી જઇને તેની વિસ્તૃત પુછપરછ ચાલુ કરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉપરાંત હાલ આરોપી માત્ર રોફ ઝાડવા જ આવા દાવા કરતો હતો કે આવી ખોટી ઓળખ આપીને કોઇ ગુના પણ આચર્યા છે તે અંગે તપાસ હાથ ધરશે.