જીલ્લામાં ખેડૂતો લીલા દુષ્કાળથી પાયમાલ, અધિકારી સર્વે કરવા ફરકતા જ નથી

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતી પેદા થઇ છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યા છો ત્યારે મોરબીમાં હજી સર્વે પણ ચાલુ થયો નથી

જીલ્લામાં ખેડૂતો લીલા દુષ્કાળથી પાયમાલ, અધિકારી સર્વે કરવા ફરકતા જ નથી

મોરબી : જીલ્લામાં ચાલુ વર્ષે પણ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી જીલ્લામાં ખેડૂતોના ખેતરો સુધી નુકશાનીનો સર્વે કરવા માટે કોઈ આવ્યું નથી જેથી કરીને અધિકારી અને કર્મચારીઓની બેદરકારીના લીધે આ વર્ષે પણ ખેડૂતોને પાકના નુકશાનની સાથોસાથ વીમો પણ પૂરો ન મળે તેવી શક્યતા છે જેથી કરીને ગુજરાત કિશન સંઘના પ્રમુખની આગેવાનીમાં મોરબી જીલ્લાના ખેડૂતો દ્વારા રેલી યોજીને સાત દિવસમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે પૂરો કરવાની તેમજ દરેક ખેડૂતોને પુરતું વળતર આપવાની મંગની કરેલી છે.

મોરબી જીલ્લાના દરેક તાલુકામાં ચાલુ વર્ષે ખુબ ભારે વરસાદ પડ્યો છે જેથી કરીને વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વાળવાથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે અને હાલમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે કેમ કે. ગયા વર્ષે વરસાદ ન થવાથી નુકશાની થઇ હતી અને આ વર્ષે વધુ પડતો વરસાદ થવાથી ખેડૂતો ખેતરમાંથી તૈયાર પાકને ઉપાડે ત્યાર પહેલા જ મોઢા સુધી આવેલ કોળીયો કુદરતે જ ઝુટવી લીધો છે જો કે. સરકારી અધિકારીઓ દ્વારા ખેતીમાં થયેલા સર્વેની કામગીરી ધીમી ગતિએ કરવામાં આવી રહી હોવાથી ખેડૂતોને તેની નુકશાનીની સામે પુરતું વળતર ન મળે તેવી શક્યતા છે જેથી કરીને આજે ગુર્જત કિશાન સંઘની આગેવાનીમાં મોરબી જીલ્લાના ખેડૂતો દ્વારા શહેરના ગાંધીચોકથી લઈને જીલ્લા પંચાયત કચેરી સુધીની રેલી પગપાળા કાઢવામાં આવી હતી અને ત્યારે બાદ ખેડૂતોને થતો અન્યાય નિવારવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સાત દિવસમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે કરવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૭ માં ભારે વરસાદ હતો જેથી કરીને ખેડૂતોને નુકશાની થઇ હતી અને વર્ષ ૨૦૧૮માં ઓછો વરસાદ હતો એટલે પણ ખેડૂતોને નુકશાન થયું હતું આમ બે વર્ષથી નુકશાની સહન કર્યા પછી સતત ત્રીજા વર્ષે પણ ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ભારે વરસાદના લીધે થયેલા છે જો કે. મોરબી જીલ્લામાં ૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાથી સરકારમાંથી સહાય માંગવામાં આવી હતી પરંતુ હજુ સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી અને આજની તારીખે ખરીફ પાકની સીઝન પૂરી થઇ ગયેલ છે ત્યારે પાકને નિષ્ફળ ગણીને ખેડૂતોને પુરતું વળતર સરકાર તેમજ વીમા કંપની મારફતે દેવામાં આવે તેમજ મોરબી જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા દસ વર્ષની સરેરાશમાં ૧૫૦ ટકા અને છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ કાઢવામાં આવે તો ૧૮૦ ટકા કરતા પણ વધારે વરસાદ થયો છે તો પણ આ જીલ્લાના પાંચેય તાલુકાને ક્યાં કારણોસર સરકાર દ્વારા લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો નથી તે સૌથો મોટો સવાલ છે જેથી કરીને હાલમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ગુજરાત કિશન સંઘ દ્વારા ખેડૂતોના હિત માટે અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો કે. હવે નક્કર કામગીરી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનના મંડળ કરવામાં આવે તો નવાઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news