ઉદય રંજન/અમદાવાદ : બિઝનેસમાં મોટો મોટો ફાયદો આપવાની લાલચ આપીને અમદાવાદના વેપારી સાથે લાખોની ઠગાઈ કરતી હતી હાઈપ્રોફાઈલ ટોળકી. આ ટોળકી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા ટોળકી ફરાર થઇ ગઇ છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના વેપારી એવા બીરેન શાહે એક ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની વિગતોની વાત કરીએ તો બીરેન શાહે આક્ષેપ કરતા એક મહિલા સહીત ત્રણ ઠાગો સામે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં રૂપલ શાહ, સીએ કુશલ બ્રહ્મક્ષત્રિય અને પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિય વિરૃધ્ધ 24 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી બીરેન શાહ અને આરોપી સીએ કુશલ બ્રહ્મક્ષત્રિય છેલ્લા ઘણા વર્ષથી એકબીજાના પરિચયમાં હતા ત્યારે થોડા સમય પહેલા આરોપી CA કુશલ બ્રહ્મક્ષત્રિયે મહિલા આરોપી રૂપલશાહ સાથે પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે રૂપલ શાહ નામચીન ડોકટર છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને મુંબઈની જશલોક હોસ્પિટલમાં પાર્ટનર છે. 


Jamanagar: રખડતા ઢોરોનો આતંક, 24 કલાક પહેલાં કાળજું કંપાવે એવો વીડિયો થયો હતો વાયરલ


આ ઉપરાંત રૂપલ શાહ સાથે જ હોસ્પિટલને લાગતા સાધનોનું પણ ઉત્પાદન કરે છે. જો કે તેમના ત્યાં થોડા સમય પહેલા ઇન્કમટેક્ષની રેડ પરી હતી. જેના કારણે પારુલ બહેન શાહના બેન્ક એકાઉન્ટમાં 70 કરોડ જેટલી મોટી રકમ પડી છે પણ હાલ એ સીઝ કરેલી છે. આરોપી સીએ કુશલ બ્રહ્મક્ષત્રિયએ મહિલા આરોપી રૂપલ શાહે બીરેન શાહને છેતરવાનું પહેલાથી જ નક્કી રાખ્યું હતું. આ સમય દરમ્યાન આરોપી CA  કુશલ બ્રહ્મક્ષત્રિય અને તેમના પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિયે કહ્યું હતું કે, ધરણીધર જૈન દેરાસર નજીકમાં આવેલ પ્રથમેશ 2 ફલેટ માં 101 નંબરનો ફલેટ વેચવાનો છે. જેની એક 49 લાખ રકમ નક્કી કરવામાં આવી હતી. આ રકમ ચૂકવીને કાયદાકીય રીતે આરોપી CA કુશલ અને ફરિયાદી બીરેન શાહે દસ્તાવેજ કરાવ્યો હતો. 


ગુજરાતમાં દુષ્કાળના ભણકારા, કચ્છ કાઠીયાવાડમાં તો પાણી માટે વલખવું પડશે, અનેક ડેમ તળીયા ઝાટક


ફ્લેટનો કબ્જો ફરિયાદી બીરેન શાહે મેળવી લીધો હતો ત્યારે જ થોડા દિવસમાં આરોપી CA કુશલ બ્રહ્મક્ષત્રિય કહ્યું હતું કે બિઝનેશ વુમન એવા પારુલ શાહને જૈન દેરાસર નજીક ફલેટ ભાડે જોઈએ છે. જેથી પારુલ બહેનને ફલેટ ભાડે આપે ત્યારે ફરિયાદી બીરેન શાહે પારુલ બહેનને ફલેટ ભાડે આપ્યો હતો. જેનો પણ એક ભાડાકરાર કરવા આવ્યો હતો. જે ભાડા  રકમ 20 હજાર નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ઉછીના આપેલા પૈસા અને ભાડાની માંગણી કરવાની શરૂવાત કરી હતી. જો કે પારુલ શાહ ગલાતલા કરી રહયા હતા. પૈસા ન આપતા હતા ત્યારે બીરેન શાહને માલુમ થયું હતું કે, તેની સાથે ઠગાઈ થઇ છે. 


Narmada Canal પાસેથી મળી આવી યુવકની લાશ, કારમાંથી મળ્યા લોહીના ડાખ, હત્યા કે આત્મહત્યા તે અંગે ઘૂંટાતુ રહસ્ય


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જૂની તારીખમાં આરોપી CA કુશલ અને તેના પિતા કમલેશબ્રહ્મક્ષત્રિયે 99 વર્ષના ભાડાપટ્ટે આ ફલેટ પહેલથી જ રૂપલ શાહને આપી દેવામાં આવ્યો છે. ત્રણેયની મીલીભગત છે ત્યારે પોલીસ ને એ પણ જાણવા મળ્યું છે કે આ જ પ્રકારે આ હાઈપ્રોફાઈલ ટોળકી એ માત્ર બીરેન શાહ ને પોતાનો નિશાન નથી બનાવ્યો અન્ય એક જય શાહ નામના વ્યક્તિ સાથે પણ લખો ની ઠગાઈ કરેલ છે ત્યારે પોલીસ તપાસમાં અન્ય કેટલાક ભોગબનનાર સામે આવે છે એ જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube