`મોટો ફાયદો મળશે`, કહીને કોઈ એપ્લીકેશન ડાઉનડલોડ કરાવે તો ચેતી જજો! 9 લાખથી વધુની છેતરપિંડી
જામનગરની સાઇબર ક્રાઈમ સેલની ટીમેં ફોરેક્સ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે એક એપ્લિકેશન બનાવી ફ્રોડ કંપની ઊભી કરી પૈસા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરતમાંથી ઝડપી લીધો છે
મુસ્તાક દલ/જામનગર: ફોરેક્સ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ફેક એપ્લિકેશન બનાવી ફ્રોડ કંપની ઉભી કરી પૈસા પડાવતી ગેંગના મુખ્ય સુત્રધાર આરોપીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયો છે.
ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગને એપ-બેઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ફોડના ગુન્હેગારોને પકડી પાડવા સુચના કરેલ હતી. જેથી સાયબર ક્રાઈમ જામનગરની વિશેષ ટીમ સતત તપાસમા હતી. જે દરમ્યાન જામનગરના એક ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ ફરીયાદીને ફોરેક્સ કંપનીમાં કામ કરતા કર્મચારીની ખોટી ઓળખાણ આપી તેઓની કંપની ઓટો ટ્રેડિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે.
ગુજરાત યુનિ.ના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ
જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને સમય કાઢ્યા વગર ફક્ત પૈસા ઇન્વેસ્ટ કરવાથી કંપની ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરશે અને દરરોજ 4% થી 5% નો રીટર્ન મળશે અને "ખૂબ ફાયદો મળશે" તેમ કહી વિશ્વાસમાં લઈ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન જે ફોરેક્સ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે ફરીયાદીને ડાઉનલોડ કરાવેલ.
અચાનક શું બન્યું મોડાસામાં? 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો, એકઠા થઇ સૂત્રોચ્ચાર
બાદ તેમાં એકાઉન્ટ ખોલાવી કટકે-કટેક બે બેન્ક અકાઉન્ટમાં પૈસા નખાવડાવી ફેક એપ્લિકેશનમાં બનાવેલ ફરિયાદીના એકાઉન્ટમાં ખોટો નફો બતાવી ફરિયાદીના કુલ રૂ.09,19,125/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. જે બાબતનો જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ, જેમાં આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના psi અને સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી તપાસ કરેલ. જે દરમ્યાન સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના LRPCજેશાભાઇ ડાંગરે ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીઓની માહિતી એકત્રિત કરી ખરાઈ કરેલ.
કાચા પોચા મન વાળા લોકો ભૂલથી પણ ના કરતા આ વેબ સિરિઝ જોવાનો પ્રયાસ
જે મુજબ સાયબર ક્રાઇમના પ્રણવભાઇ કે.વસરા તથા કારુભાઇ ડી.વસરા, જેશાભાઇ એમ.ડાંગર નાઓ સતત તપાસમાં રહેલ જેમાં આરોપીના લોકેશન સુરત ખાતેના આવતા હોય બાદ આરોપીના લોકેશન તપાસી હ્યુમન ઇસ્ટેલીજેંસની મદદ મેળવી સતત વોચમાં રહી લોકેશન સ્થિર થતા આરોપીને સુરત શહેર ખાતેથી પકડી પાડવામાં આવ્યો તથા તેના અન્ય સહ આરોપીઓની તપાસ ચાલુ છે.