ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ મોડ્સ ઓપરેનડીથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા પેતરા અપનાવીને ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસસ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયા સેરવી લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronaupdate: રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના કેસ 600ને પાર, 20ના મોત; 422 દર્દીઓ થયા સાજા


સોલામાં રહેતા જીકેન પટેલ કાપડનો શો રૂમ ધરાવી બિઝનેસ કરે છે. ગત 25મીએ તેઓને એક અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું કે હું સુરેશ પટેલ બોલું છું, તમે પૂજન સિલેક્શનમાંથી બોલો છો? આમ કહી ફોન કરનારે પોતે પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રમાંથી બોલે છે અને જીકેન ભાઈને મશીન, પ્રમાણપત્ર અને 1800 રૂપિયા લાગ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વોટ્સએપ નંબર પર જીકેનભાઈને ફોટો મોકલી આપતા તેઓ આ જાળમાં ફસાયા હતા.


આ પણ વાંચો:- દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત, યુવતીના પિતાએ સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


બાદમાં ફોન કરનારે કહ્યું કે, આ બધું મેળવવા માટે કાલુપુર બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. જેથી જીકેન ભાઈ પાસે પાસબુકના પહેલા પેજનો ફોટો, આધારકાર્ડ માગવામાં આવ્યું હતું. જીકેન ભાઈએ તે બધું મોકલાવી દીધું હતું. બાદમાં સામે વાળા ઠગ શખ્સે ઓટીપી આવશે તેમ કહી જીકેનભાઈ અને તેમના પરિવારના અન્ય એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 1.98 લાખ રૂપિયા સેરવી લીધા હતા. સમગ્ર બાબતમાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા જ તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જીકેનભાઈએ આ બધા પુરાવા સાથે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો:- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના


સાયબર ક્રાઇમમાં પણ છેતરપીંડીની અરજીઓનો ઢગલો થઈ ગયો છે. અને પોલીસ સ્ટેશનમાં પણ આવા અનેક કિસ્સા આવતા હવે લોકોના રૂપિયા લૂંટાઈ રહ્યા છે. પણ લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર છે અને આવા ફોન મેસેજની અવગણના કરી ઠગ ટોળકીને હરાવવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube