અમદાવાદમાં દિલધડક ક્રાઈમ, દિવ્યાંગ મિત્રને મારીને લાશ ઘર નજીકના મેદાનમાં દાટી દીધી
મોડી રાત સુધી મંગો પરત આવ્યો ન હતો. પરિવારે મંગાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે એપાર્ટમેન્ટ નજીકના ખુલ્લા મેદાનમાં મંગાની ટ્રાઈસિકલ મળી આવી હતી. મંગો પણ આસપાસ હશે તેવુ વિચારીને પરિવારે મેદાનમાં વધુ શોધખોળ કરી હતી
ઉદય રંજન/અમદાવાદ :અમદવાદના નિકોલમાં એક વિકલાંગ યુવકની હત્યા થઈ છે. પણ ચોંકાવાનારી હકીકત એ છે કે, યુવકની હત્યા કરીને તેના મિત્રએ લાશ જમીનમાં દાટી દીધી હતી. શ્યામ વૈદ ફ્લેટના ખુલ્લા મેદાનમાં મિત્રએ જ પોતાના દિવ્યાંગ મિત્રની લાશ દાટીને હત્યા છુપવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મૃતકની બાઇક નજીક લોહી મળી આવતા પરિવારને શંકા જતા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તપાસમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં, મહારાજા-મહારાણી બંનેનો રિપોર્ટ પોઝિટિવ
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ વિસ્તારના શિવ એપોર્ટમેન્ટની પાછળના ભાગમાં રૂપાબેન પટનીનો પરિવાર રહેશે. રૂપાબેનનો નાનો દીકરો મંગ જન્મથી જ દિવ્યાંગ હતો. તે પોતાની ટ્રાયસિકલ પર હરતોફરતો હતો. ત્યારે બુધવારની રાત્રે તેનો મિત્ર કાળુ મારવાડી તેને બોલવવા આવ્યો હતો. જેના બાદ મંગો તેની સાથે બહાર ગયો હતો. પરંતુ મોડી રાત સુધી મંગો પરત આવ્યો ન હતો. પરિવારે મંગાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે એપાર્ટમેન્ટ નજીકના ખુલ્લા મેદાનમાં મંગાની ટ્રાઈસિકલ મળી આવી હતી. મંગો પણ આસપાસ હશે તેવુ વિચારીને પરિવારે મેદાનમાં વધુ શોધખોળ કરી હતી. ત્યારે પરિવારને મેદાનની એક બાજુ મંગાની જમીનમાં અડધી દાટેલી લાશ મળી આવી હતી.
આ બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મંગાની લાશ બહાર કાઢી હતી. બોથડ પદાર્થથી માથામાં મારીને મંગાની હત્યા કરવામાં આવી હતી. પરિવારે કાળુ મારવાડી વિશે પોલીસને જાણ કરી હતી. કારણ કે, મંગો છેલ્લે કાળુ સાથે જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે કાળુ મારવાડીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર