જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :બે મિત્રો વચ્ચે સામાન્ય રૂપિયાની બાબતે ખૂની ખેલ ખેલાતા મિત્રએ જ મિત્રનું અડધી રાતે ઢીમ ઢાળી દીધું. ખિસ્સામાંથી પૈસા કાઢી લેવા જેવી સામાન્ય બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચહાલનું હાલોલ ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાય છે. હજારો લાખો પરપ્રાંતિયો રોજગારી મેળવવા માટે હાલોલમાં સ્થાયી થયા છે. ત્યારે અહીં વસેલા પરપ્રાંતિય ઈસમોમાં ક્યારેક ધીંગાણું સર્જાતા ખૂની ખેલ ખેલાવાના બનાવો પણ સામે આવતા હોય છે. હાલોલ જીઆઇડીસીમાં રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે પણ ગત મોડી રાત્રે આવો જ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક મિત્રએ પૈસા કાઢી લેવા જેવી સામાન્ય બાબતમાં બીજા મિત્રની ઘાતકી હત્યા કરી નાંખી.


આ પણ વાંચો : રણબીર-આલિયાના ગ્રાન્ડ રિસેપ્શનની તસવીરો આવી, જુઓ કોને-કોને મળ્યુ હતું આમંત્રણ  


પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના વતની રાજદેવ પ્રસાદ અને ભોલા મહંતો હાલોલ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. બંને યુવકો હાલોલ GIDC માં આવેલ પનોરમાં ચોકડી નજીક સાથરોટા રોડ પાસે એક ભાડાના મકાનમાં રહેતા હતા. જેમાં ગત રોત ભોલાએ રાજદેવ પ્રસાદના ગજવામાંથી 4500 રૂપિયા કાઢી લીધા હતા. જેથી રાજદેવ પ્રસાદે ભોલાને પોતાના રૂપિયા પાછા આપવા ટકોર કરી હતી. આ બાબતને લઈ બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ભોલાએ રાજદેવ પ્રસાદના માથાના ભાગે ઉપરાછાપરી લોખંડના સળીયાના ઘા ઝીંકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં રાજદેવ પ્રસાદનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આમ, નજીવી બાબતમાં પોતાના સાથી મિત્રની હત્યા કરી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.


આ પણ વાંચો : નારાજ હાર્દિક પટેલને આવ્યો હાઈકમાન્ડનો બુલાવો, વહેલી સવારે પહોંચ્યા દિલ્હી


સમગ્ર મામલાની જાણ હાલોલ પોલીસ મથકે કરવામાં આવતા હાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની લાશ હાલોલ રેફરલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામા આવી હતી. ત્યારબાદ હાલોલ પોલીસે ભોલા મહંતો સામે હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં હાલોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી ભોલા મહંતોને ઝડપી પાડ્યો હતો.