સાગર ઠાકર/જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ભાખરવડ નજીક ચાર દિવસ પહેલા કુવામાંથી એક લાશ મળી હતી. આ ઘટનામાં તપાસ કરતા યુવાનની હત્યા થવાનું સામે આવ્યું છે. મૃતક યુવાનના ભાઈએ તેની સાથે રહેલા જ મિત્રએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગત મુજબ કેશોદ પંથકના શેરગઢ ગામના મહેન્દ્રભાઈ મકવાણા નામના યુવાનનો મૃતદેહ ભાખરવડ ગામ નજીક કૂવામાંથી મળી આવ્યો હતો. આ યુવાને પોતાની જમીનનો સોદો કરતા તેની પાસે 24 લાખ જેટલા રૂપિયા હતા. ત્યારબાદ તે ગુમ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે આ રૂપિયાની લાલચમાં તેના મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકના પિતા અંધ છે
જે મહેન્દ્રભાઈનું મોત થયુ છે તેના પરિવારમાં એકમાત્ર પિતા છે અને તેઓ પણ અંધ છે. હવે પુત્રની હત્યા થતા પિતાનો પણ આસરો છીનવાઇ ગયો છે. હવે તેના ભાઈએ જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે તરશિંગડાનો પૂર્વ સરપંચ અને ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. 


લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ, યુવતીના માતાને વાગી ગોળી  


પોલીસે આ મામલે શંકાસ્પદોની પૂછપરછ કરી ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જેમાં તેની સાથે રહેતા જતીન કાસુંદ્રા નામના વ્યક્તિએ હત્યાનો પ્લાન ઘડવાની ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવી હતી. હાલ પ્રાપ્ત વિગત મુજબ ત્રણ વ્યક્તિની અટકાયત કરી તેના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે વ્યક્તિની હત્યા થઈ તેના પરિવારમાં એકમાત્ર પિતા છે અને તેઓ પણ આંધળા છે. હાલ તેમના પિતાના સ્વાસ્થ્યને જોતા પુત્રની હત્યાની જાણ ગ્રામજનોએ તેમને કરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર