ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં થોડા દિવસ અગાઉ એક સફાઈ મહિલાના માથાના ભાગે ઈજા કરીને હત્યા કરવામાં આવી હતી. સફાઈ કામદાર મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી. મહિલાની હત્યા કરનાર હત્યારાઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. પરંતુ આ કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો,PM સાથે સંકળાયેલો છે કેસ


ક્રાઈમ બ્રાન્ચે હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો છે અને એક મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપીને તેના મિત્રોએ તું સ્ત્રી સબંધ બાંધી નહીં શકે તેવા માટે મેણાં માર્યા હતા. આથી આરોપીએ જનૂનમાં આવી જઈને પોતાનું પૌરૂષત્વ સાબિત કરવા સફાઈ કરતી મહિલા પાસે શરીર સુખની માગ કરી હતી. જોકે, મહિલાએ ઇન્કાર કરતાં આરોપીએ તેની લોખંડના રોડ માથામાં મારીને હત્યા કરી દીધી હતી.


આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો


જાણો શું હતો સમગ્ર કેસ?
19 જુલાઈએ નરોડા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અનિતાબેન વાઘેલાની સ્વપ્નિલ આર્કેડના બીજા માળે હત્યા કરેલી લોહી લુહાણ હાલતમાં ડેડ બોડી મળી આવતા નરોડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મૃતક અનિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસની વાત માનીએ તો મૃતક અનિતાબેન વાઘેલા સાંજે કામ પરથી ઘરે ન આવતા પરિવાર જનોએ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ કરી હતી. નરોડા પોલીસે આ અંગે તપાસ કરી રહી હતી, ત્યારે કંટ્રોલ મેસેજ આવ્યો અને સ્વપ્નિલ અર્કેડમાંથી અનિતા બેન વાઘેલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.


ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ


પરિવારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતક મહિલા ઘર અને ઓફિસોમાં સાફસફાઈનું કામ કરે છે અને હત્યા પહેલા છેલ્લે કોમ્પલેક્ષનાં પાંચમા માળે ઓફિસમાં કામ કરીને નીકળ્યાં હતા. ત્યારે હવે પોલીસે 2 શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. બીજી તરફ સફાઈ કામદારોના સંગઠને પણ હત્યાને ગંભીર ગણાવી એક દિવસ કામથી અડગા રહી વિરોધ નોંધાયો હતો.


BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ


આ કેસની ગંભીરતાને સમજીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આ કેસ સાથે જોડાયેલા અનેક લોકોની પૂછપરછ કરાઈ હતી. અગાઉ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોના સિમેન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. સેમ્પલ લીધા બાદ એક યુવક પૂછપરછ ટાળતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચને શંકા જતા તેની અટકાયત કરીને વધુ પૂછપરછ કરતા અરવિંદ વાઘેલા નામનો યુવક ભાંગી પડ્યો હતો અને તેણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સમગ્ર હકિકત જણાવી દીધી હતી.


આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડી શકે છે હળવોથી ભારે વરસાદ, જાણો નવી આગાહી


શું છે અરવિંદ વાઘેલાનો ઈતિહાસ?
અરવિંદ સ્વપ્નિલ આર્કેડની સામે રોડની બાજુમાં પોતાની માતા સાથે ચાની લારી રાખીને વેપાર કરે છે. જ્યારે રાત્રે તેના મામાના દીકરા શૈલેષ દંતાણી જે સ્વપ્નીલ આર્કેડમાં વોચમેન તરીકે કામ કરે છે તેની સાથે જ આર્કેડમાં રોકાય છે. થોડા સમય પહેલા અરવિંદના ગુપ્ત ભાગે કોઈ કારણોસર ઈજા થઈ હતી. જેથી તેના મિત્રો ટોણા મારતા હતા કે, તું સ્ત્રી સુખ માણી શકે તેમ સક્ષમ નથી. જેના કારણે અરવિંદને લાગી આવતા તેણે આ કૃત્ય કર્યું હતું. 


4300% ની તોફાની તેજી, માત્ર એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા થઈ ગયા ડબલ


જોગાનુંજોગ સ્વપ્નિલ આર્કેડમાં અનિતાબેન સાફ-સફાઈ માટે આવતા હોવાની જાણ અરવિંદને હતી. જેથી તેણે અનિતાબેનને બીજા માટે સફાઈ કરવાના બહાને બોલાવી તેમની પાસે શારીરિક સંબંધ બાંધવા માગણી કરી હતી. પરંતુ અનિતાબેનને સ્પષ્ટ ના પાડીને બૂમાબૂમ કરતા અરવિંદે લોખંડના રોડ વડે માથાના ભાગે ઘા માર્યો હતો. આથી અનિતાબેન નીચે પડી ગયા હતા અને ત્યારબાદ અરવિંદે અનિતાબેનને પાંચથી છ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા બાદ આરોપી નાસી ગયો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.