• ગુજરાતમાં આવતીકાલથી 161 સેન્ટર પર વેકસીનેશન શરૂ કરાશે

  • સેન્ટર દીઠ 100 લોકોને વેક્સીન આપવામાં આવશે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને સામે જંગ જીતવા માટે મહારસીકરણ અભિયાનને હવે ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે સવારે 9 વાગ્યે દેશભરમાં પ્રધાનમંત્રી મોદી રસીકરણ (vaccination) મહાઅભિયાન શરૂ કરાવશે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જેમાં પ્રથમ દિવસે દેશભરના 3 લાખ હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે. ગુજરાતમાં પણ 11 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કરને રસી (corona vaccine) આપવામાં આવશે. જેના માટે 16 હજાર હેલ્થ વર્કરને તાલીમ પણ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં રસીકરણ માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટર દીઠ 100 લોકોને વેક્સીન અપાશે
ગુજરાતમાં આવતીકાલથી 161 સેન્ટર પર વેકસીનેશન શરૂ કરાશે. સેન્ટર દીઠ 100 લોકોને વેક્સીન આપવામાં આવશે. સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગેવાનીમાં આવતીકાલથી દેશભરમાં વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ ખાતે ઉપસ્થિત રહીને વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. 


આ પણ વાંચો : ભાજપના સંગીતા પાટીલનો બફાટ,  'પોલીસ પકડે તો કહેજો હું ભાજપનો માણસ છું'


તમામને વેક્સીન અપાશે - મુખ્યમંત્રી
જામનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આવતીકાલથી ગુજરાતમાં 161 જગ્યાએ કોરોના વેકસીનેશનનો પ્રારંભ કરાશે. તમામને કોરોના વેક્સીન  આપવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસ એ જ મંત્ર છે. ‘મોદી હૈ તો મુમકીન હૈ...’ ને અમે સાર્થક કર્યું છે. 


મહત્વનું છે કે રસીકરણ મહાઅભિયાન માટે દેશભરમાં 3 હજાર રસીકરણ બૂથ તૈયાર કરવામા આવ્યા છે. જેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને કોવિશીલ્ડ અને કોવેક્સીનની રસી આપવામાં આવશે. પહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવામાં આવશે. જેમાં 4 અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે. રસીકરણ માટે સિરમ ઈન્સ્ટિટ્યૂટે 95 ટકા ઓર્ડર મોકલી આપ્યો છે. સાથે જ ભારત બાયોટેકના 35 લાખ ડોઝ પણ તૈયાર છે. જેથી રસીકરણ માટે હાલ તમામ રાજ્યો પાસે પૂરતી રસી પહોંચી ગઈ છે. જેથી રસીકરણ મહાઅભિયાન સાથે કોવિન વેબસાઈટનું પણ ઉદ્ઘાટન કરાશે.


આ પણ વાંચો : પ્રતિબંધ છતાં અગાશીમાં 3 લોકો લાઉડ સ્પીકર વગાડતા દેખાયા, અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો