• કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી 


ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યભરમાં આજે લાભ પાંચમનો તહેવાર ઉજવાશે. આજે લાભ પાંચમના શુભ દિવસથી ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થશે. હિન્દુ નવા વર્ષમાં લાભપાંચમ શુભ મુહુર્ત ગણાય છે. રાજ્યભરમાં આજથી વિવિધ માર્કેટ, દુકાનો ધમધમતી થશે. તો સાથે જ આજે લાભ પાંચમ (labh pancham) ના મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે 
લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદના શપથ ગ્રહણ કરશે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ 12:39 મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યો હાજરી આપશે. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજાશે. 


આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું