અતુલ તિવારી/અમદાવાદઃ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું (12th Scince) પરિણામ થોડા દિવસ પહેલા જાહેર થયું હતું. હવે આવતીકાલ (28 May) માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેકટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. આવતીકાલે તમામ ચીજોનું વિતરણ કરવા શિક્ષણ વિભાગના દિશાનિર્દેશો મુજબ શાળાઓએ તૈયારીઓ કરી છે.


સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તમામ શાળાઓને શિક્ષણ વિભાગે કડક સૂચના આપી છે. માર્કશીટ આપવા માટે 10-10ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે.


ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે


આ માટે શાળા દ્વારા દર અડધો કલાકે 10 વિદ્યાર્થીઓને ફોન કરીને જાણ કરવામાં આવશે. ત્યારબાદ તે વિદ્યાર્થીએ શાળાએ પહોંચીને પોતાના પ્રમાણપત્ર મેળવી લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર