ગાંધીનગરઃ બુધવાર એટલે કે 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવાનું છે. ગુજરાતની 14મી વિધાનસભાનું આ અંતિમ સત્ર હશે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં આ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ અંતિમ સત્ર હશે. વિધાનસભાનું આ ટૂંકુ સત્ર હંગામેદાર રહી શકે છે. વિધાનસભામાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ દ્વારા કામકાજ સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં સત્ર લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર માત્ર બે દિવસીય સત્ર યોજવાની છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. બીજીતરફ ઘણા કર્મચારીઓ વિવિધ માંદોને લઈને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે. 


રાજ્યમાં આંદોલનનો દૌર
ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓ પોત-પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યાં છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર કર્મચારીઓના અસંતોષને ઠારવામાં સંપૂર્ણ પ્રમાણે સફળ નિવળી નથી. બીજીતરફ માલધારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી, ઝી 24 કલાક સાથે વાત કરતા જેપી નડ્ડા


વિધાનસભામાં કુલ 7 બિલ રજૂ કરાશે
ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં બે દિવસમાં બે બેઠક યોજાવાની છે. રાજ્ય સરકાર આ દરમિયાન 7 બિલ ગૃહમાં રાખશે. વિધાનસભાની પ્રથમ બેઠકમાં ચાર અને બીજી બેઠકમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. તો સત્રમાં ટૂંકી મુદત્તના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે આ જાહેરાત કરી હતી. 


આ સુધારા બિલ વિધાનસભામાં રજૂ  થશે
1. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
2. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 2022
3. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
4. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 2022
5. ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 2022
6. ઢોર નિયંત્રણ અને સુધારા વિધેયક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube