ગઢડા : ધાર્મિક ક્ષેત્રે વિશ્વના ફલક પર મોટુ સ્થાન ધરાવતું ગઢડા શહેર સુવિધાઓથી વંચિત છે. ગઢડા શહેર રેલ્વે સુવિધાથી વંચિત છે. ગઢડામા વર્ષો પહેલાં રેલ્વે સ્ટેશન હતું પરંતુ તે બંધ કરાયું છે ત્યારે ગઢડામા ફરી રેલ્વે શરૂ કરવામા આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ અંગે રેલવે અને અનેક રાજકીય હસ્તીઓને પણ વારંવાર રજુઆત કરવામાં આવી ચુકી છે. જો કે તેની કોઇ જ અસર નથી જોવા મળી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 53 નવા કેસ, 49 દર્દી રિકવર, એક પણ મોત નહી


સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ અને હજારો લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર ગઢડા શહેર છે. બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો પણ ગઢડા છે પરંતુ ગઢડા શહેર અને તાલુકાનો વિકાસ કહી જ નથી થયો ત્યારે ગઢડામાં રેલવે શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. 1972 સુધી ગઢડા શહેરમાં રેલવે શરૂ હતી ત્યાર બાદ રેલવે બંધ થતાં આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી ત્યારે 1972 માં સ્થાનીક આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર ને અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી ત્યારે આજે ફરી લોક માંગ ઉઠવા પામી છે.


આજથી 100 વર્ષ પહેલા ભાવનગર અત્યાધુનિક હતું, જો કે ભાજપ સરકારમાં સ્થિતિ ખુબ જ ખરાબ


ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે મંદિર આવેલ છે. સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ એટલે ગઢડા શહેર ત્યારે આટલા મોટા ધામ પાસે વર્ષો જૂનું રેલવે સ્ટેશન છે. અહીં 1972 માં ટ્રેન પણ આવતી હતી પરંતુ હાલ રેલવે સુવિધાથી ગઢડા શહેર વંચિત છે. ગઢડાથી ઢસા જંકશન માત્ર 21 કિલોમીટર થાય છે ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે. ગઢડાથી બોટાદે પણ અહીંથી 20 કિલોમીટર થાય છે ત્યાં પણ રેલેવ જંકશન છે ત્યારે જો ગઢડા શહેરમાં બંધ પડેલું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube