આજથી 100 વર્ષ પહેલા ભાવનગર અત્યાધુનિક હતું, જો કે ભાજપ સરકારમાં સ્થિતિ ખુબ જ ખરાબ
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માંડવા ખાતે આયોજિત સર્વ જ્ઞાતિના જાહેર સંમેલનમાં વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહેશે. પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાને નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલ નહિ પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સ્વપ્નનું મોડેલ બનાવવું જોઈએ. ગત્ત સમયમાં કૃષ્ણકુમારસિંહજીએ બહારથી શિક્ષકોને બોલાવીને અહીંનુ શિક્ષણસ્તર સુધાર્યું હતું તેવા ભાવનગરમાં આજે ભાજપની સરકારમાં શિક્ષણ સાવ ખાડે ગયું છે. આ જોઇને ખુબ જ દુખ થાય છે.
હાલની રાજ્યની સત્તાધારી સરકાર ભાવનગર વાસીઓને માત્ર વચનો આપી રહી છે, સારું શિક્ષણ, ખેડૂતોને ડુંગળીના ટેકાના ભાવ, રો રો ફેરી સર્વિસ કે પછી રત્નકલાકારોના જીવનને સ્પર્શતી જેમ્સ એન્ડ જવેલરી પાર્કની વાતો જે માત્ર હકીકત સાબિત થઈ નથી. લોકોને નથી સારું શિક્ષણ મળતું, નથી ખેડૂતોને પૂરતા ડુંગળીમાં ટેકાના ભાવો મળતા, નથી રો રો ફેરી સફલ સાબિત થઈ કે નથી પાયો નાખ્યો જેમ્સ એન્ડ જવેલરી પાર્કનો ત્યારે હવે 2022 ની ચૂંટણી પહેલા સરકાર તેના વાયદા પુરા કરે છે કે કેમ તેવા અનેક પ્રશ્નોને લઈ જીગ્નેશ મેવાણી જંગી સભાનું સંબોધન કરશે.
માત્ર દલિતો જ નહી પરંતુ સર્વસમાજને એકત્ર કરીને ભાજપની સરકારના ફ્રોડ વિકાસ મોડેલને ઉઘાડુ પાડવા જઇ રહ્યો છે. દલિત, આદિવાસી અને માઇનોરિટીના થઇ રહેલા શોષણની વાત કરવી છે. દરેક સમાજને લાગુ પડતી મોંઘવારી અને બેરજગારીની વાત કરને તમામ લોકોની આંખો ઉઘાડવાનો પ્રયાસ કરવો છે. ગુજરાતના તમામ પ્રાણપ્રષ્નો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષ સક્ષમ બને અને ગુજરાત મજબુત બને તે પ્રકારની લાઇન ખેંચવામાં આવશે. હું સમગ્ર ગુજરાતની યાત્રા કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશ. આ વખતે કોંગ્રેસ કચકચાવીને લડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે