સુરત : રાંદેર પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાંથી મસમોટુ જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી 50-100 જેટલા જુગારીઓ ઝડપાયા છે. શિતલ ટોકિઝ પાસે જુગારધામ ચલાવનારા યોગેશ નામનો માથાભારે શખ્સ ફરાર થઇ ગયો છે. જ્યારે અન્ય જુગારીઓ પણ વિજિલન્સની ટીમને જોઇને જુગારધામમાંથી નાસી જવા પ્રયત્નો કરતા હોય છે. આ દરમિયાન વિજિલન્સની ટીમ તમામને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. જુગારીઓનાં 30થી વધારે વાહનો પણ જપ્ત કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના બાદ વિચિત્ર રોગોની ભરમાર, બાળકોમાં જોવા મળી રહ્યો છે આ વિચિત્ર રોગ, જામનગરમાં 2નાં મોત

રાંદેર વિસ્તારમાં ખુબ જ મહત્વના વિસ્તાર શિતલ ટોકિઝ પાસે ખુબ જ મોટુ જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જો કે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી જુગારીઓ ભાગે તે પહેલા તમામને ઝડપી લેવામાં આવ્યા છે. તમામ જુગારીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો તેને પણ કબ્જે લેવામાં આવ્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં ભર બપોરે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.


સુરતમાંથી બાઇક ચોરી કરીને ચોર ભાગી જતા મધ્યપ્રદેશ, પોલીસે આ રીતે પકડ્યાં આરોપી

જેના પગલે સ્થાનિક પોલીસે DCB, PCB અને SOG ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. નાસી છુટેલા આરોપીઓને પણ ઝડપી લેવા માટે વિજિલન્સ દ્વારા સુત્રોને કામે લગાવવામાં આવ્યા છે. જો કે હાલ તો સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube