વલસાડ નજીક ગમખ્વાર અકસ્માત; ઓવરટેકની લાહ્યમાં નિર્દોષ 3 લોકોના મોત, એક ગંભીર
આઈસર ટેમ્પો અને રીક્ષા વચ્ચે ઘડાકાભેર અથડામણ થઈ છે, જેમાં ઘટનાસ્થળે જ ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે રીક્ષા ચાલકની હાલ ગંભીર બતાવવામાં આવી રહી છે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ઝી બ્યુરો/વલસાડ: રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે વલસાડના નાનાપોંઢા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આઈસર ટેમ્પો અને રીક્ષા વચ્ચે ઘડાકાભેર અથડામણ થઈ છે, જેમાં ઘટનાસ્થળે જ ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે રીક્ષા ચાલકની હાલ ગંભીર બતાવવામાં આવી રહી છે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો વરસાદની આ આગાહી
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના નાનાપોંઢા નજીક નેવરી ખાતે એક મોટી દુર્ઘટના બની છે. આઇસર ટેમ્પો અને પિયાગો રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. ઓવરટેકની લાહ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને નિર્દોષ 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.પિયાગો રીક્ષામાં ડ્રાઈવર સહિત કુલ 4 મુસાફરો સવાર હતા. પરંતુ એક મુસાફરનો બચાવ થયો છે, જ્યારે અકસ્માતમાં ઘટના સ્થળે પિયાગો રીક્ષામાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
જાણી લેજો, ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
પ્રાથમિક માહિતી અનુસાર રીક્ષા ચાલકને પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ