મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગ

Jignesh Mevani Allegations : ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનનો આક્ષેપ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લગાવ્યો આરોપ, આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યાનો દાવો, ચોક્કસ સમાજના હોટેલ, મકાન, ગલ્લા તોડવામાં આવ્યાઃ મેવાણી, કોંગ્રેસને મત આપનારને ટાર્ગેટ કરવામાં આવ્યા

મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગ

Gandhinagar News : કોંગ્રેસના યુવા નેતા હવે ગુજરાત સરકારને ચારેતરથી ઘેરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સરકાર સામે સતત મોરચો માંડી રહ્યા છે. ત્યારે મેવાણીએ ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસને મત આપનારા મતદાતાઓને ટાર્ગેટ કરાય છે. 

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, ગીર સોમનાથમાં આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના હોટેલો, મકાનો, પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યાં છે. કોંગ્રસને મત આપનાર મતદાતાઓને ટાર્ગેટ કરાય છે. કોડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદના ઝીંગા ફાર્મ ગેરકાયદે ચાલે છે. દિનુ બોઘા સોલંકીના ઘણા બધા બાંધકામો છે, હિંમત હોય તો સરકાર તોડી પાડે. વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની ખોટી રીતે ધરપકડ કરાઈ છે. મકવાણાની અરજી બાદ ભાજપ નેતાની ઑફિસનો ઓટલો તોડવા ટીમ ગઈ હતી. 

તો બીજી તરફ, ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. આજી ડેમ રવિવારી બજારના પથરણાં ધારકોને ખાલી કરવા નોટિસ આપતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત રાજકોટ શહેર કોંગ્રેસ કોર્પોરેશનનો ઘેરાવ કરી કમિશશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું. ત્રિકોણ બાગથી RMC સેન્ટ્રલ ઝોન સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી રાજકોટના આજીડેમ વિસ્તારમાં રવિવારી બજાર ભરાય છે. રવિવારી બજારના પાથરણાં ધારકોને કલેકટરે લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી હતી. હવે RMC દ્વારા જગ્યા ખાલી કરી દેવા નોટિસ ફટકારી ફટકારાઈ છે. રવિવારી બજાર સિંચાઇ વિભાગની સરકારી જમીન પર ભરાતી હોવાથી જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ ફટકારી છે. 

અમિત ચાવડાનો આક્ષેપ
ગુજરાતમાં જમીન કૌભાંડ અંગે પણ કોંગ્રસે સવાલો કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે, ગૌચરની સરકારી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે. દૈનિક 14.22 લાખ ચોરસ મીટર જમીનો ઉદ્યોગપતિઓને અપાઈ રહી છે. ગાંધીનગરની મુલાસણા જમીનનું 20000 કરોડનું કૌભાંડ થયું. એની પાછળના મોટા માથાઓને હજી પકડ્યા નથી. સુરતમાં સામે આવેલા 2000 કરોડનું જમીન કૌભાંડ થયું. સાથે જ અમિત ચાવડાએ આરોપ મૂકતા કહ્યું કે, સુરતમાં સી આર પાટીલ અને હર્ષ સંઘવીની ઈચ્છા અને આશીર્વાદ વગર કઈ ન થઇ શકે. દાહોદમાં સરકારના ખોટા ઓર્ડર કરી આદિવાસીઓની જમીન પડાવી લેવાઈ છે. દાહોદમાં પણ જિલ્લાના ભાજપના મોટા નેતાઓની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. સુરેન્દ્રનગર, અમદાવાદની સંસ્કારધામ ની જમીન હોય કે દહેગામનું આખું ગામ વેચી દેવાનો મામલો હોય. કૌભાંડ મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી. અમારી માંગણી છે કે આવતા વિધાનસભા સત્રમાં આ તમામ જમીન કૌભાંડોની તપાસનો રિપોર્ટ મુકવામાં આવે અને ચર્ચા કરવાનો સમય ફાળવવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news