અમદાવાદ: વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી  ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર સભાને સંબોધન કરી હતી. અને તેમાં કહ્યુ હતું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈષ્ણવ જન ગીત 150 દેશથી વધુ દેશના ગાયકોએ ગાયુ હતું. હાથમાં કાગળ લીધા વિના વૈષ્ણવ જન ગીત ગાતા હતા. અને તેઓ આ ગીતનો અર્થ પણ જાણતા હતા.


દરેક સમસ્યાના સમાધાનમાં ગાંધી આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે: PM મોદી


મહત્વનું છે, કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાં માઁ અંબાની આરતી પણ ઉતારશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાંમાં પણ સંબોધન કરે તેવી શક્યતાઓ છે. સંબોધન માટે નવો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળશે.