દરેક સમસ્યાના સમાધાનમાં ગાંધી આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે: PM મોદી
Gandhi Jayanti PM Modi Live : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (mahatma gandhi) આજે ૧૫૦મી જન્મ જયંતિ (150 Gandhi Jayanti) છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં સીએમ વિજય રૂપાણી સહિત દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી હતી અને ગાંધી બાપુ અને ભારત અંગે મોટી વાત કરી હતી.
Trending Photos
અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મ જયંતિ છે, જેને લઇને દેશભરમાં લોકો રાષ્ટ્રપિતાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી એરપોર્ટ પર 10 હજાર જેટલા લોકોનું સંબોધન કરશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાઘડી પહેરાવી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા સંબોધનના અંશો
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા ઓછા સમયમાં ફરીવાર ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો છે.
- PMએ કહ્યું કે ભારતની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી રહી છે.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને યુએનમાં સારો પ્રભાવ મળ્યો હતો.
- યુએનના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી ઘટના હતી.
- એવું લાગી રહ્યું હતું કે દુનિયાના તમામ દેશોએ ભારતનો સ્વિકાર કરી લીધો છે.
- દુનિયાના દેશોમાં જાણિતા સંગીતકારો અને ગાયકોએ વૈશ્ણવ વજનતો તેને કહીએ ગાયુ હતું.
- યુએનમાં પણ આયુષ્યમાન ભારતની નીતિ અંગે ચર્ચાઓ થઇ હતી.
- દરેક સમસ્યાના સમાધનમાં ગાંધીની મહેક મળે જ છે.
- યુએનમાં આતંકવાદ પર સેમિનાર થયો. જેને જોર્ડનના કિંગ દ્વારા હોસ્ટ કરાયો હતો. મને પણ આમંત્રિત કરાયો હતો.
- આતંકવાદ અંગેના વિચારો જોર્ડનના કિંગએ વ્યક્ત કર્યા હતા.
- આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતનો પાસપોર્ટ હોય તો તેની સામે વિશ્વ ઈજ્જતથી જોવે છે.
- હ્યુસ્ટનમાં બંને પક્ષોના નેતા હાજર હતા. ત્યાં ટ્રમ્પનું આવવું અને આટલો સમય રોકાવું તે ખુશીનો અવસર હતો.
- સિક્યોરિટીની ચિંતા કર્યા વિના ટ્રમ્પે વિકટ્રી વોલ્ક મારી સાથે કર્યું હતું.
- ગુજરાતની માટીમાં તાકાત છે જ માટીમાં સરદાર અને ગાંધીનો જન્મ થયો છે. નમન કરવાનો અવસર મળ્યો તેના માટે આભારી છું.
એરપોર્ટ પર 10 હજાર લોકોનું સંબોધીત કર્યા બાદ પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે આવશે અને લગભગ 20 મીનિટ સુધી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે વિતાવશે. ત્યારબાદ રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. જેમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ જાહેર કરાશે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિચારને આ ભેટ હશે.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાં માઁ અંબાની આરતી પણ ઉતારશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. પીએમ મોદી જીએમડીસી મેદાનમાંમાં પણ સંબોધન કરે તેવી શક્યતાઓ છે. સંબોધન માટે નવો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે