હિતલ પારેખ,ગાંધીનગર: જી.એમ.ઇ.આર.એસ (GMRS) મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રાધ્યાપકો દ્વારા પડતર પશ્નોની માંગણીને લઇને આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં આવેલી 8 GMRS મેડિકલ કોલેજ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણીઓ કરવામાં આવી હતી. પ્રાધ્યાપકોએ ગાંધીનગર મેડિકલ કોલેજ (Gandhinagar Medical Collage) ની બહાર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી મેડિકલ કોલેજ (Medical Collage) ની ગેમ જ એમ.પી.આર.એસના પ્રાધ્યાપકોને તમામ સરકારી લાભ આપવાની માટેની માંગણી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી તંત્રમાં બેવડી નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોરોનાના સમયગાળામાં નથી ઈચ્છતા કે આ પ્રકારની કોઈ હડતાલ કરવામાં આવે. જો કે રાજ્ય સરકાર (State Government) દ્વારા છેલ્લા બે વર્ષથી અમારી માગણીઓને નજર અંદાજ કરવામાં આવી રહી છે.  તેથી ના છૂટકે જી.એમ.ઇ.આર.એસ (GMRS) ના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા આ માર્ગ અપનાવવામાં આવ્યો છે. 

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે હાઇકોર્ટમાં અરજી


અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે GMRS ફેકલ્ટી એસોસિએશને ગુજરાત દ્વારા આયોજીત બ્લેક ડે કાર્યક્રમમાં વડોદરા (Vadodara) ના 280 ડૉક્ટરો બ્લેક કપડાં પહેરીને જોડાયા હતા. સરકાર પાસે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.


11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન કરશે
છેલ્લા દોઢ વર્ષથી ડૉક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે બિરૂદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે. પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. પરિણામે ગઇકાલે બ્લેક ડે મનાવવાની ફરજ પડી હતી. 11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન માર્ગ અપનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube