ઉદય રંજન, અમદાવાદ: બાળક વંછિત પિતાએ શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરી પોતના બાળક જેમ ઉછેર કરવા નક્કી કર્યું પણ રેલવે પોલીસે બે આરોપીની ધરપકડ કરી 2 વર્ષીય બાળકનો સહીસલામત છુટકારો કરાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામ (Gandhidham) ના રેલવે પોલીસ (Railway Police) સ્ટેશન વિસ્તારમાંથી 2 વર્ષના બાળકના અપહરણ (Kidnap) મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીનું સંતાનના હોવાથી અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું અને અન્ય આરોપી એ મદદ કરવા 1 લાખ ની માંગણી કરી હતી.

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police


પોલીસ (Police) ની ગિરફતમાં આવેલ બંને આરોપીઓને રેલવે પોલીસે (Railway Police) ભારે જહેમત બાદ આંધ્રપ્રદેશ (Andhra Pradesh) થી પકડી લાવી છે. બંને આરોપીઓ મધ્ય પ્રદેશ (MP) ના એક દંપતિનું બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુબ્રમણિયમ સ્વામી છેલ્લા 10-12 વર્ષથી ગાંધીધામમાં રહે છે અને અલગ અલગ કામ કરે છે. ફરિયાદી પણ રેલવે (Railway) ટ્રેકની મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બાળકને 12 માર્ચની મધરાતે અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.


રેલવે LCB પોલીસની દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને જેમાં 2 લોકો બાળકને બાઈક પર લઈ જઈ રહ્યા હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું હતું. જોકે એક મોબાઈલ પણ ચોરી થયેલ અને તેની તપાસ કરતા આરોપી ગાંધીધામ(Gandhidham) ના આરોપી મહોમદ સદામ દ્વારા ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી રેલવે LCB પોલીસની મહોમદને પકડી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બાળકને સુબ્રમણિયમ સ્વામી લઈને આંધ્રપ્રદેશ (Andhra Pradesh) જતો રહયો છે. 

સાવધાન! 10000 રૂપિયાનો ફાટશે મેમો અને થશે 1 વર્ષની જેલ, જો ગાડીમાં કર્યું આ કામ


રેલવે SOG પોલીસની એક ટીમ આંધ્રપ્રદેશ જઈ બાળકનું રેસ્ક્યુ કરી સહીસલામત બચાવી લાવી છે. તપાસમાં સામે આવ્યું કે સુબ્રમણિયમ સ્વામીને બાળક ન હતો જેથી તેને આ અપહરણ કર્યું હતું અને જેમાં મહોમદએ બાળક વિશે માહિતી આપી હતી અને જેના બદલામાં તેને 1 લાખ લેવાની વાત કરી હતી.


નોંધનીય છે કે હાલ તો સુબ્રમણિયમ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તેવું નથી લાગી રહ્યું પરંતુ મહોમદ સામે કોઈ ગુનો છે કે કેમ અને આ પેહલા પણ તેને આવું કર્યું છે કે કેમ અને સુબ્રમણિયમ અને અન્ય આરોપીઓ કોઈ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંડોવાયેલા કે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube