ગાંધીનગર: 156 સીટોની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર હજુ માંડ સેટ થઈ રહી છે ત્યાં ગૃહમંત્રીના તાબા હેઠળના ગૃહમંત્રાલયમાં 30 કરોડની મલાઈનો કિસ્સો આજે ચર્ચાસ્પદ બન્યો છે. જે સામે હર્ષ સંઘવી પણ ધૂઆપૂઆં છે. આજે ડીજીપીના એક સમયના ખાસ પીઆઈ સહિત 3 અધિકારીઓેને સ્પેન્ડ કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ચર્ચાસ્પદ ડીંગુચા પ્રકરણમાં સંડોવાયેલા દહિયાને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે.  હર્ષ સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ શરૂ કરી દીધી છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે. આ સાથે જ આજના દિવસમાં 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે તે છે પીઆઇ જી એચ દહિયા... 


મહાકાળીના ભક્તો માટે મોટા સમાચાર! હવે પાવાગઢમાં સેકન્ડોમાં માતાજીના દ્વારે પહોંચાશે


આશિષ ભાટિયા પોલીસ કમિશનર હતા ત્યારે તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ જી એચ દહિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ભાટિયા ગાંધીનર પહોંચ્યા તો દહિયા પણ ગાંધીનગર પહોંચ્યા છે. આખરે એસએમસીમાં પણ મોટી ગરબડો કરી હોવાની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી હતી. જેમાં તપાસના અંતે મસમોટી ખાયકી નીકળતાં આજે કાર્યવાહી થઈ છે. દહિયા મોટાતોડ કાંડમાં સામેલ હોવાની ચર્ચા છે. જેમાં ગૃહવિભાગ અને સરકાર ઉંઘતો ઝડપાયો છે. 


ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી. ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ 10થી 12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે.


ગુજરાતનું એક અનોખુ મંદિર! આજે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ!


તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂ.30 કરોડ લીધા હોવાની થઇ હતી ફરિયાદ હતી. ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરવામાં આવી હતી. વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. જે પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! આ સ્કૂલે તો ભારે કરી! બંડી જેવા સ્વેટરમાં...'


ગુજરાતમાં ગૃહમંત્રાલયના એક્શન બાદ હવે રેલો ક્યાં સુધી પહોચે છે એ સૌથી મોટો સવાલ છે. ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે પણ રાજ્યમાં ગૃહમંત્રાલય અને મહેસૂલ એ સૌથી વધારે ભ્રષ્ટ ખાતા ગણાય છે. એવી ચર્ચા છે કે આઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધી આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે.