મોટા સમાચાર: પશુપાલકોને સૌથી મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો
ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતા વધુ ભાવ આપવાનો મધુર ડેરીએ દાવો કર્યો છે. આવતીકાલથી પશુપાલકોને દૂધનો નવો ભાવ ચૂકવાશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે ભાવ 815 રૂ. થી વધારીને 850 રૂ. કર્યો છે. જેથી હવે ગાંધીનગર જિલ્લાના 45 હજાર પશુપાલકોને લાભ થશે.
ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતા વધુ ભાવ આપવાનો મધુર ડેરીએ દાવો કર્યો છે. આવતીકાલથી પશુપાલકોને દૂધનો નવો ભાવ ચૂકવાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધ ઉત્પાદક સંઘે દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘે ભેટ આપતા તેમની આવકમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે, 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવવામાં આવશે.