ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતા દ્વારા CBI કચેરીએ દેખાવો, પોલીસે કરી કિલ્લાબંધી
કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાના કૌભાંડને ઢાંકી દેવા માટે સીબીઆઇ કચેર પર નાટક થઇ રહ્યું છે. સીબીઆઇની કચેરી સામે દેખાવો કરવા માટે આવેલા કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી છે.
ગાંધીનગર: સીબીઆઈના વડા આલોક વર્મા ની હકાલપટ્ટીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સ્થિત સીબીઆઈની કચેરીએ દેખાવોનો કાર્યક્રમ અપાયો છે. સીબીઆઇમાં ચાલી રહેલા ઘમાસાનને લઇને વિપક્ષના નેતા અને કાર્યકર ગાંધીનગરની CBI કચેરીએ દેખાવ કાર્યક્રમ માટે એકઠા થયા હતા. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ કરશનદાસ સોનેરી, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ચેતન રાવલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સીબીઆઇ કચેરીથી થોડે દૂર એકઠા થયા થયા હતા. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા CBI કચેરીની કિલ્લાબંધી કરવામાં આવી છે અને CBI કચેરીએ જતા તમામ માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાના કૌભાંડને ઢાંકી દેવા માટે સીબીઆઇ કચેર પર નાટક થઇ રહ્યું છે. સીબીઆઇની કચેરી સામે દેખાવો કરવા માટે આવેલા કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી છે.
લાંચકેસથી શરૂ થયેલી સીબીઆઇની જંગ હવે સંપૂર્ણપણે રાજકીય બની ગઇ છે. સીબીઆઇમાં મચેલા ઘમાસણને લઇને વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. અને હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લડાઇને લઇને રોડ પર લડશે. આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટરને પદ પરથી રજા પર મોકલી દેવાના વિરૂદ્ધ શુક્રવારે સીબીઆઇ ઓફિસના ઘેરાવામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ કાર્યકર્તાઓનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આ અંગે આજે સવારે ટ્વિટ પણ કર્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે જ પત્રકાર પરિષદ યોજી સીબીઆઇ વિવાદને કથિત રાફેલ ડીલ કૌભાંડ સાથે જોડી દીધો હતો. અને હવે આજે નવી દિલ્હીમાં સીબીઆઇ હેડક્વાર્ટરની બહાર તે પ્રદર્શન કરશે. તો બીજી તરફ સીબીઆઇ ઓફિસોની બહાર મોદી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે. કોંગ્રેસે આ પ્રદર્શનને તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન પણ પ્રાપ્ત છે.