Gandhinagar News અમદાવાદ : ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ માં વિદ્યાર્થીઓ પાસે વધારાના નાણાં વસૂલવાનો મામલે હોબાળો થયા બાદ આખરે મેડિકલ કોલેજ દ્વારા નિર્ણય પરત ખેંચાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા એસી-ફ્રિજના ઉપયોગ પર વધારાના 60 હજાર વસુલવા સંદર્ભે બે દિવસ પહેલા નિર્ણય લેવાયો હતો, પરંતું શુક્રવારે સાંજે નિર્ણય પરત ખેંચી લેવાયો છે. જેને ગર્લ્સ અને બોય્ઝ બંને હોસ્ટેલમાં લાગુ કરાયો હતો. આખરે ડીન દ્વારા નિર્ણય ખેંચાયાની જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર ખાતે આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, પી.જી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના માથે એક નવો ફી વધારો ઝીંકાયો હતો. બે દિવસ પહેલા અચાનક જાહેરાત કરાઈ હતી કે, જે વિદ્યાર્થીઓ પોતાની રીતે રૂમમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરે છે, તેમની પાસેથી આગામી 1લી જૂનથી આ પ્રકારના ઉપકરણોના ઉપયોગ બદલ કેટલી રકમ વસુલ કરવામાં આવશે. આ સાથે જ કયા ઉપકરણના કેટલા ચાર્જ વસૂલાશે તેનું પણ લિસ્ટ જાહેર કરાયું હતું.


હવામાન વિભાગ પહેલા ચોમાસાની આગાહી કરતો પત્થર, ભીષણ ગરમીમાં પાણીનું ટીપું ક્યાંથી પડે છે આજે પણ રહસ્ય


ઉપકરણ ચાર્જ (માસિક) વાર્ષિક
એસી 5000 60000
ફ્રિજ 1000 1200
એરકુલર 1000 12000
વધારાનો પંખો 500 6000
ઈન્ડક્શન સ્ટવ 1500 18000
વોટરહીટર 500 6000
રૂમ હીટર 2000 20000


સુવિધા વગર હોસ્ટેલમાં રહેવા મજબૂર વિદ્યાર્થીઓ
રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ,ગાંધીનગરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ હોસ્ટેલમાં રહેતા હોય છે તેમને એસી, ફ્રીઝ, કુલર, સ્ટવ સહિતની કોઇપણ પ્રકારની સુવિદ્યાઓ આપવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાની રીતે આ પ્રકારની ઇલેકટ્રિક ઉપકરણો વસાવીને ઉપયોગ કરતાં હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે હોસ્ટેલમાં આ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે તેવું કોલેજ સત્તાધીશોના ધ્યાનમાં આવતાં દરેક વસ્તુના ઉપયોગ પેટે ચાર્જ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કોલેજના ડીન દ્વારા કરાયેલા પરિપત્ર પ્રમાણે જે વિદ્યાર્થીઓ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરે છે તેઓએ આગામી 1લી જૂનથી નિર્ધારિત કરેલી ફી ભરવાની રહેશે.


ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્ય, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણી


વિરોધ બાદ નિર્ણય પરત ખેંચાયો
મેડિકલ કોલેજ દ્વારા અચાનક આ રીતે ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલમાં વધારાના નાણાં વસૂલવા બાબતે આદેશ કરતા હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. જેના બાદ અચાનક ફી વધારાનો નિર્ણય પરત ખેંચી લેવાયો છે. મેડિકલ કોલેજના ડીને ટેલિફોનિક ચર્ચામાં નિર્ણય પરત લેવાયો હોવાની માહિતી આપી હતી. 


બસ, આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ