ઝી બ્યુરો/ગાંધીનગર: ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજના ગાંધીનગરમાં ગંભીર પડઘા પડ્યા છે. આ સાથે જ ZEE 24 કલાકની ઝુંબેશ રંગ લાવી છે. ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજની સરકારે ગંભીર નોંધ લીધી છે. આ સમગ્ર ઓપરેશનની રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણીને કહ્યું અમે કડક કાર્યવાહી કરીશું. વચેટિયાઓ અંગે તપાસ કરીશું. સીધી સેવાઓને લાભ લોકો સુધી પહોંચવા નથી દેતા તેવા લોકો સામે પગલાં લઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કેટલાક લોકોને ખબર નથી હોતી તેથી આવા લોકોનો શિકાર બને છે. આવા લોકોને ઝડપવાની કામગીરી કરીશું. ZEE 24 કલાકના ઓપરેશન એજન્ટ રાજ બાદ તંત્ર દોડતું થયું છે.



ઉલ્લેખનીય છે કે, ZEE 24 કલાકે અનેક સરકારી કચેરીઓમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તમામ સ્ટિંગ ઓપરેશનમાં એક વાત સીધી રીતે આ એજન્ટો જ બતાવી રહ્યા છે કે, જનતાનું કોઈ નાનામાં નાનું કામ પણ આસાનીથી થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓને પ્રસાદી ના ધરાવો તો તમારાં ચપ્પલ ઘસાઈ જાય પરંતુ તમારું કામ થતું નથી. 


વડોદરાના સમા, નર્મદા ભુવન અને અકોટા મામલતદાર કચેરી ખાતે જે પણ એજન્ટો સક્રિય છે તે એ ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરી રહ્યા છે જેમના પર આજ દિન સુધી સરકારનો કોરડો વિંઝાયો નથી. જનતાના પ્રતિનિધિ બનીને ફરતા ધારાસભ્યો કે સાંસદો પણ જનતાને લૂંટવાના આ ખેલ સામે મૌન છે તે ગરીબ જનતા માટે ભ્રષ્ટાચારના ઘા પર મીઠું ભભરાવવા જેવી સચ્ચાઈ બની ગઈ છે. આ તમામ એજન્ટનોની ઉપર કોઈ અધિકારીનો જ હાથ છે જે આ કાળી કમાણીના માસ્ટર માઈન્ડ છે.