ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) થકી વિશ્વભરના રોકાણકારોને આવકારવા થનગનાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકા (gandhinagar palika) ની વેબસાઈટ હેક કરવામા આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વેબસાઈટને હેક (hacking) કરીને તેના પર તુર્કી ભાષામાં લખાણ લખવામા આવ્યું છે. જોકે, વેબસાઈટ હેક થતા અધિકારીઓ દોડતા થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર (gandhinagar) મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ હેક કરવામા આવી છે. સાથે જ હેકર્સ દ્વારા વેબસાઈટ પર મૂકાયેલ તુર્કી ભાષાનું લખાણ સૌથી વધુ ચર્ચા જગાવે તેવુ છે. ત્યારે આખરે કોણે આ વેબસાઈટ હેક કરી તે માથુ ખંજવાળતો પ્રશ્ન છે. હેકર્સ દ્વારા વેબસાઈટ હેક કરીને તેના પર તુર્કી ભાષામાં લખવામાં આવ્યુ છે કે, તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ' દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો.


આ પણ વાંચો : મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, એવો બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા


સાથે જ તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી પણ આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફોર્સ યુનિટ કમાન્ડ યુનિટના નામે આ મેસેજ લખવામા આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી તમામ માહિતી હેકર્સે હટાવી દીધી છે. 


હાલ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ મામલે આઈટી ટીમની મદદ લેવાઈ છે. હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાયબર એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.