વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું : પોલીસે ટીંગાટોળી કરી, ઉમેદવારોની અટકાયત
TET Pass Candidates Protest In Gandhinagar : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવાનોની ટિંગાટોળી કરીને અટકાયત... ટેટ-ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી કરવાની માગ સાથે કરી રહ્યા હતા વિરોધ...
Gandhinagar News : વધુ એક આંદોલન ગાઁધીનગરના દ્વાર સુધી પહોંચ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર એકઠા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો છે. પરંતું વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. આ સમયે કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.
જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતીની માંગણી સાથે ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે. આ માટે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીની બહાર ઉમેદવારો ભેગા થયા હતા. જ્યાં સુધી કાયમી શિક્ષકની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન ઉગ્ર કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ફરી એક વખત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો.
છોટાઉદેપુરમાં રાઠવા Vs રાઠવા વોર : ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ વચ્ચે જામ્યું વાક્ય
વિદ્યા સહાયક સામેનો રોષ સતત ઉમેદવારોમાં વધી રહ્યો છે. જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી ભરતી કરવાની માંગણી સાથે ટેટ પાસ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી પાસે ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા હતા. ત્યારે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભારતી સામે વિરોધ પ્રદર્શન કરતા જ ઉમદેવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી.
ઉમેદવારોએ જણાવ્યું કે, પોલીસ ગમે તેટલી વાર અટકાયત કરશે. પણ અમારું આંદોલન ચાલુ જ રહેશે. કરાર આધારિત નહીં પણ કાયમી શિક્ષકોની ભરતી કરો. ટેટ પાસ ઉમેદવારોની માગણી છે કે કરાર આધારિત નહિ પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે.
ભારત ટોસ હારતા જ મેચ પણ હારશે... કહેતા જ સાસરિયાઓ વહુ સાથે ઝઘડી પડ્યા
બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બને છે લખપતિ
પેન્શન મામલે શિક્ષકો મેદાને
એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો ઠરાવ ન થતા આજે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરાયુ હતું. આગામી રણનીતિ નક્કી કરવા માટે બેઠક કરાઈ હતી. ગયા વર્ષે સરકારે લાભ આપવાની જાહેરાત કર્યા બાદ ઠરાવ ન થતા શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. ઠરાવ ન આવતા શિક્ષકો જરૂર પડે તો આંદોલન કરશે તેવી ચીમકી આપી. જૂની પેન્શન યોજના અંગે રાજ્યના 22 હજારથી વધુ શિક્ષકો આંદોલન કરી શકે છે.
આરોગ્ય કર્મચારી પણ લડી લેવાના મૂડમાં
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે બાંયો ચડાવવાના મૂડમાં છે. રાજ્ય સરકારે ગયા વર્ષે કરેલા સમાધાન સંદર્ભે વિરોધના સૂર પેદા થયા છે. વિવિધ માંગ કરાઈ છે. જેમ કે, MPHW, FHW કેડરને ટેક્નિકલમાં ગણવા માંગ. MPHW, FHW સહિતની 4 કેડરને ગ્રેડ પે સુધારવા માંગ. તેમજ સરકાર સાથે બેઠકની આરોગ્ય કર્મચારીઓની માંગ કરાઈ.
ભાજપના મહિલા ધારાસભ્યે જાહેરમાં ઉભરો ઠાલવ્યો, ‘પાર્ટીના લોકો મારું અપમાન કરે છે’