ભાજપના મહિલા ધારાસભ્યે જાહેરમાં ઉભરો ઠાલવ્યો, ‘પાર્ટીના લોકો મારું અપમાન કરે છે, મારી સામે જોઈ હસે છે’

Gujarat Politics : નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું... મહિલા ધારાસભ્યએ જાહેરમાં મંચ પરથી ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી... ધારાસભ્યનું જાહેરમાં રોષ ઠાલવવું ચર્ચાને વેગ આપી રહ્યું છે
 

ભાજપના મહિલા ધારાસભ્યે જાહેરમાં ઉભરો ઠાલવ્યો, ‘પાર્ટીના લોકો મારું અપમાન કરે છે, મારી સામે જોઈ હસે છે’

Gujarat BJP Internal Politics : નર્મદા જિલ્લા ભાજપની આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. નાંદોદના મહિલા ધારાસભ્યએ જાહેર મંચ પરથી ફરિયાદ કરી કે, પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતા હતા. રાજપીપળામાં યોજાયેલના સ્નેહ મિલન સમારંભમાં તેમણે આ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. જ્યારે ધારાસભ્યએ આ રોષ ઠાલવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ હાજર હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ કાર્યકરોને ટકોર કરી. તો સાંસદ મનસુખ વસાવાએ આ બાબતેને પાર્ટીની આંતરિક બાબત ગણાવી. મહત્વનું છે કે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. અને મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે. ત્યારે ધારાસભ્યનું જાહેરમાં રોષ ઠાલવવું ચર્ચાને વેગ આપી રહ્યું છે. એક તરફ ભાજપ સરકારે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરાવીને વાહવાહી લૂંટી, તો બીજુ તરફ એક મહિલા ધારસભ્યને જાહેર મંચ પર આવી રીતે પોતાના સન્માન માટે લડવું પડી રહ્યું છે. 

મહિલા ધારાસભ્યના સન્માનની લડાઈ 
નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે. ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી છે. રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યાં હતાં.

નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈને મારી હસી ઉડાડે છે
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવાવાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે. બધાએ સમય અને ભોગ આપ્યો છે. એ બધાને પૂછું કે અત્યાર સુધી કોઈ બેતુકારીને વાત કરી છે, અપમાન કરી છે. પણ ભગવાન સાક્ષી છે કે મેં કોઈનું અપમાન કર્યું નથી. પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે. એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈને મારી હસી ઉડાડે છે. એટલે તમે શું સમજો છો આં મારું અપમાન નથી, ભાજપનાં ધારાસભ્યનું અપમાન છે. કહી ભાજપનાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 21, 2023

 

ડો.દર્શના દેશમુખના આ નિવેદનથી કાર્યક્રમમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે. ત્યારે આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે, ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી નાં કરવી જોઈએ. સંગઠનમાં વાત મૂકી સમાધાન કરાય. જે બંધારણે કરવી જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠનને આભારી છે. આ મુદ્દે મને કેટલાંક કાર્યકરોએ ફરિયાદ કરી છે. 

છોટાઉદેપુરમાં સોશિયલ મીડિયા પર રાજકીય યુદ્ધ જામ્યું 
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઈફેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસી નેતા અર્જૂન રાઠવા વચ્ચેનું સોશિયલ મીડિયા યુદ્ધ જાહેર મંચ પર પહોંચ્યું છે. અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર કરેલા સવાલોના જવાબ રામસિંગ રાઠવાએ જાહેર મંચ પરથી આપ્યા છે. અર્જુન અથવા દ્વારા અગાઉ ટ્રાઇફેડને લઈને કેટલાક માહિતી જાહેર કરાઈ હતી જેને આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરનારી હોવાનું રામસિંગ રાઠવાએ જણાવ્યું. અગાઉ રામસિંગ રાઠવાએ અર્જુન રાઠવાને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી આપવા અંગે માહિતી બંધ કરવાનું જણાવી ચેતવણી આપી હતી. આ ચેતવણીમાં લિગલ એક્શન લેવાની વાત કરી હતી. રામસિંગ રાઠવાએ તેજગઢ ખાતે જાહેર મંચ પરથી અર્જુન રાઠવાનું નામ લીધા વિના કહ્યું હતુ કે, એમનું દિમાગ છેકે નહીં તે મને ખબર નથી ભગવાને આપ્યું જ હશે બાકી એવું કોઈ બોલે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news