ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. એટલું જ નહી કોરોના હોટસ્પોટ પણ બદલાઇ રહ્યા છે. ગાંધીનગર સરકારી કાર્યાલયો હવે કોરોના હોટસ્પોટ બની રહ્યા છે. સૌથી મોટુ સરકારી કાર્યાલય સચિવાલયમાં 30થી વધારે કેસ આવ્યા છે. એક કર્મચારીનું મોત પણ નિપજ્યું છે. જેના પગલે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને નિવૃતીના આરે પહોંચેલા કર્મચારીઓમાં વધારે ફફડાટ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં હવે લોકડાઉન શક્ય નથી, કોરોનાના ભય કરતાં લોકોમાં લોકડાઉનનો ભય વધુ છે : કલેક્ટર 

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે હવે સરકારનાં હૃદય સમા સચિવાલયમાં પણ કોરોનાએ ભરડો લીધો છે. ગાંધીનગરમાં નવા તથા જુના સચિવાલયમાં અત્યાર સુધીમાં 30થી વધારે કોરોનાના કેસ સામે આવી ચુક્યા છે. ઉપરાંત કૃષી વિભાગનાં એક અધિકારીનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયોછે. 


માસ્ક ન પહેરવા માટે ખંભાળીયામાં 5 લાખથી વધુનો દંડ ફટકારાયો

ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગે સેનિટાઇઝર, થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે કર્મચારીઓ માટે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું કડક પાલન થઇ રહ્યું છે. જો કે કોરોનાનાં સતત કેસોથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર