ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા કોર્પોરેશનના સિટી ઇજનેર, ડેપ્યુટી કમિશનર અને અન્ય બે કર્ચચારીઓ સહિત 4નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર હોમ આઇસોલેટ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ગાંધીનગરમાં શું છે કોરોનાની સ્થિતિ
ગાંધીનગરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2001 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 49 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે 1702 દર્દીઓ રિકવર થઈ ગયા છે. 


બે પ્રકારનો છે કોરોના વાયરસ
કોરોના વાયરસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ કોરોનાના પ્રકાર પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે Zee 24 Kalak સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે, હાલ વિશ્વમાં કોરોનાના બે પ્રકાર જોવા મળી રહ્યાં છે. જેમાં D614 અને G614 બે પ્રકાર છે. તેમણે કહ્યું કે, D614 કરતા 10 ગણો ખતરનાક છે G614 વાયરસ. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વમાં G614નું જોર વધુ છે. તેમણે કહ્યું કે, D614 કરતા  G614 ઝડપથી ફેલાય છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube