ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુર્ણ થઇ ચુકી છે. જેના પગલે ગુજરાતમાં કોરોના પણ બેકાબુ થયો હતો. જો કે ત્યારે અચાનક ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે તમામ પક્ષોએ ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં આજે ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 6 સિવાય તમામ વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની દાદાગીરીનું નિમ્ન સ્તર: 10 રૂપિયાની પિચકારી માટે વેપારી સાથે મારામારી કરીને ખોટો કેસ કર્યો


ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે. આગામી પહેલી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ત્રીજી એપ્રિલે તેમની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે. 18મી એપ્રિલે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે અને આગામી 20મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન આમ આદમી પાર્ટી આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે કે, આ તેમનો પક્ષ બધી જ બેઠકો ચૂંટણી લડશે.