Gandhinagar North Gujarat Chutani Result 2022: મતગણતરી શરૂ થઈ ચુકી છે. શરૂઆતથી જ વિવિધ બેઠકો પર ભાજપ આગળ જણાઈ રહ્યું છે. એમાં ગાંધીનગર ઉત્તર બેઠક પર પણ ભાજપ જીત તરફ આગેકૂચ કરતું દેખાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર ઉત્તર બેઠક પર ભાજપના રિટાબેન પટેલની જીત


ગાંધીનગર ઉત્તર ૧૧ રાઉન્ડ ને અંતે ૧૪,૮૮૭ મતે ભાજપ આગળ


9 રાઉન્ડ બાદ ગાંધીનગર ઉત્તર પર ભાજપ ના રીટાબેન પટેલ 11342 મતે આગળ


8 રાઉન્ડ બાદ ગાંધીનગર ઉત્તર પર ભાજપ ના રીટાબેન પટેલ 9 હજાર મતે આગળ


5 રાઉન્ડ બાદ ગાંધીનગર ઉત્તર પર ભાજપ ના રીટાબેન પટેલ 3 હજાર મતે આગળ


ગાંધીનગર ઉત્તર માં 4 રાઉન્ડ બાદ ભાજપ ના રીટા બેન પટેલ 3041 મતે આગળ


ગાંધીનગર ઉત્તર પર ત્રીજા રાઉન્ડ બાદ ભાજપ 2047 મતે આગળ


ગાંધીનગર ઉત્તર બેઠક પર 2 રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ


ગાંધીનગર ઉત્તર અને દક્ષિણમાં પોસ્ટલ બેલેટ ની ગણતરી માં કોંગ્રેસ આગળ
 


ગાંધીનગર ઉત્તર બેઠક-
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગે સરકારી કર્મચારીઓ મોટાપાયે વસવાટ કરે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં મોટાભાગનો વિસ્તાર ગામડાના છે એટલે કે મોટાભાગના મતદારો ગામડાંના હોવાથી તેમનો ઝોક કોંગ્રેસ તરફ વધુ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કુલ 2.60 લાખ મતદારો છે, જેમાંથી 1.25 લાખ મહિલા મતદારો છે અને 1.35 લાખ પુરુષ મતદારો છે.


2022ની ચૂંટણી-
આ વખતની ચૂંટણીમાં ભાજપે રીટાબેન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસે નો રીપીટ થીયરી અપનાવતા સી જે ચાવડાના સ્થાને વિરેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવ્યા છે. તો આપ તરફથી મુકેશ પટેલ ઉમેદવાર છે. 


2017ની ચૂંટણી-
 વર્ષ 2017માં પુન વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના સિનિયર નેતા ડો સી જે ચાવડા આ બેઠક પર મેદાને ઉતર્યા હતા અને ભાજપ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલને આ બેઠક પર 4 હજાર 477 મતોથી હરાવીને જીત હાંસલ કરી હતી.


2012ની ચૂંટણી-
વર્ષ 2012માં આ બેઠક પર ચૂંટણી થઈ હતી અને તે વખતે ભાજપ પક્ષે આ બેઠક પર અશોક પટેલને ટિકિટ આપી હતી અને અશોક પટેલ આ બેઠક ભાજપનો પ્રથમ વખત ભગવો લેહરાવ્યો હતો.