GANDHINAGAR: મોટો ઘાતક હુમલો થાય તે પહેલા જ પોલીસે કુખ્યાત આરોપીઓને ઝડપી લીધા
શહેર પોલીસની સતર્કતાને કારણે આજે ગાંધીનગરમાં મોટી અથડામણ ટળી હતી. ગાંધીનગર ક્રાઇમબ્રાંચ અને સેક્ટર 7 પોલીસ દ્વારા ધાડ પાડવા માટે આવેલા બસ્તીખાન પઠાણની ગેંગને ધોકા-છરી, તલવાર, બેટ, ચાકુ, બરછી જેવા ઘાતક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જો કે જ્યારે પોલીસે પુછપરછ કરી તો આ તમામ આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
ગાંધીનગર : શહેર પોલીસની સતર્કતાને કારણે આજે ગાંધીનગરમાં મોટી અથડામણ ટળી હતી. ગાંધીનગર ક્રાઇમબ્રાંચ અને સેક્ટર 7 પોલીસ દ્વારા ધાડ પાડવા માટે આવેલા બસ્તીખાન પઠાણની ગેંગને ધોકા-છરી, તલવાર, બેટ, ચાકુ, બરછી જેવા ઘાતક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જો કે જ્યારે પોલીસે પુછપરછ કરી તો આ તમામ આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
આ ગેંગસ્ટર સોપારી લીધી હતી અને ધાડ પાડવા માટે આવ્યા હતા. જો કે પોલીસને બાતમી મળતા આ વ્યક્તિઓની ધરપકડ થઇ હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સેક્ટર 8 સેન્ટઝેવિયર્સ શાળાના દરવાજા આગળ કેટલાક લોકો ગાડીમાં ઘાતક હથિયારો સાથે એકત્ર થયા હતા.
આ લોકોને ઝડપી લેવા માટે ક્રાઇમબ્રાંચે સેક્ટર 7 પોલીસને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા. જેમાં મીરઝાપુરના કુખ્યાત ફીરદોસ ઇસ્માઇલ ઉર્ફે બસ્તીખાન ખીલજી, ગૌતમ ઉર્ફે પંદરીયો, ધર્મેશ પાટડીયા, અલ્પેશ ફતપરા, કમલ ઉર્ફે કમલેશ વસાવા, નિકીન પટેલ ઝડપાઇ ગયા હતા. તો ઈસ્માઇલ ઉર્ફે બસ્તીખાન પઠાણ, સરીફ રસુલ મનસુરી, અફઝલ મનસુરી અજીજ, ઉજેફા વૉન્ટેડ છે. તેમની પાસેથી છરા-તલવાર, ગુપ્તી, બરછી, ધોકા અને બેટ સહિતના ઘાતકી હથિયારો મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube