અમદાવાદ: તૌકતે વાવાઝોડું (Cyclone Tauktae) ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવામ મળી છે સવારથી ચાલી રહેલો વરસાદ બંધ થયો છે અને હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ (Ahmedabad) માંથી પસાર થયા બાદ વાવાઝોડું (Cyclone) ઉત્તર ગુજરાત તરફ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે અમદાવાદ (Ahmedabad) માં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લાઇટના થાંભલા, ઝાડ અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં થાંભલો ધરાશાયી થતાં લાઇટો ગૂલ થઇ ગઇ છે. જોકે શહેરમાં હજુ સુધી કોઇ જાનહાનિ સમાચાર પ્રાપ્ત થય નથી. 

Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ


ગાંધીનગર (Gandhinagar) માં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું તૌક્તે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે હાલમાં ગાંધીનગર-સરગાસણ-વૈષ્ણવદેવી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ડાયવર્જન આપવામાં આવ્યો છે. 


આથી ગાંધીનગર જીલ્લા પોલીસ દ્રારા જણાવવામાં આવે  છે કે જે વ્યકિતઓને ગાંધીનગરથી અમદાવાદ તરફ જવું હોય તે લોકોએ ઇન્દ્રોડા સર્કલ (ચ-૦) થી શાહપુર સર્કલથી કોબા સર્કલ થઇ, અપોલો સર્કલ જવું અને અપોલો સર્કલ તરફથી રીંગરોડ થી અમદાવાદ તરફ જતા તમામ રસ્તા ઉપરથી અમદાવાદ જવું.

Cyclone Tauktae: જાણો વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે, સાણંદમાં 2ના મોત


ગાંધીનગરથી અમદાવાદ જતા લોકોને વિનંતિ કરવામાં આવે છે કે તેઓએ ઇન્દ્રોડા સર્કલ (ચ-૦) તેમજ શાહપુર સર્કલ થઇ ઉવારસદ ચોકડી થઇ, વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રસ્તેથી અમદાવાદ ન જઇ ઉપર જણાવેલ ડાયવર્જન વાળા રસ્તેથી અમદાવાદ જવા વિનંતી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube