Gandhinagar South Gujarat Chutani Result 2022: ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની 43 હજારથી વધુ વોટથી જીત
Gandhinagar South Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ડો. હિમાંશુ પટેલને 43 હજારથી વધુ મતોની માત આપી હતી.
Gandhinagar South Gujarat Chutani Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ડો. હિમાંશુ પટેલને 43 હજારથી વધુ મતોની માત આપી હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર અલ્પેશ ઠાકોરને કુલ એક લાખ 34 હજાર 51 વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસના હિમાંશુ પટેલને 90 હજાર 987 વોટ પ્રાપ્ત થયા છે. ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્રભાઇ પટેલ (દોલતભાઇ) ને 11 હજાર 195 વોટ મળ્યા છે.
જો વોટ શેર જોઇએ તો અલ્પેશ ઠાકોરને 54.59 ટકા વોટ મળ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારને 37 ટકા અને આપના નેતાને 4.56 ટકા વોટ પ્રાપ્ત થયા છે. આ વખતે ગાંધીનગર દક્ષિણ સીટ પર કુલ 11 ઉમેદવારો મેદાને હતા. બહુજન સમાજ પાર્ટીના રાજેશ પરમારે પણ આ સીટ પરથી ચૂંટણી મળી હતી, જેમને 1,693 વોટ મળ્યા છે.
Gandhinagar South Gujarat Chutani Result 2022: ગાંધીનગર દક્ષીણ વિધાનસભા બેઠક-
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપનો કબજો છે. 1967 બાદ માત્ર 3 વખત કોંગ્રેસ અહીં જીત મેળવી શકી છે. છેલ્લી 3 ટર્મથી ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે ભાજપે અંહીથી અલ્પેશ ઠાકોરને મેદાને ઉતરતા જંગ ખુબ જ રસપ્રદ બન્યો છે. પણ આ વખતના સમીકરણ સૌને ચોંકાવનારા આવી શકે. કેમ કે આ વખતે અહીં ઠાકોર સામે પાટીદારોનો જંગ જામવાનો છે.
આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર શંકરભાઇ ચૌધરી 11000 મતથી આગળ
આ પણ વાંચો: Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
2022ની ચૂંટણી-
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર-દક્ષિણ બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોર, કોંગ્રેસે હિમાંશુ પટેલ અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
2017ની ચૂંટણી-
2017ની ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરની 1 લાખ 7 હજાર 480 મતથી પ્રચંડ વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીની કારમી હાર થઈ હતી.
2012ની ચૂંટણી-
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના શંભૂજી ઠાકોરે કોંગ્રેસના જુગાજી ઠાકોરને 8,011 મતોના માર્જીનથી હરાવ્યા હતા.
આ પણ વાંચો: Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube