ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં પ્રશ્નોતરીકાળમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓના શોષણ મુદ્દે ચાલતી ચર્ચામાં કોંગ્રેસના સભ્યો પેટા પ્રશ્નો ઉપસ્થિત કરતા વારંવાર અધ્યક્ષને રજુઆત કરવા જણાવ્યું હતું. જો કે બીજી તરફ બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે ગેલેરીમાંથી પોતાનો મુદ્દે ઉગ્રતાથી રજુ કરતા સરકારનું ધ્યાન દોર્યુંહ તું. તમારા જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી. ત્યારે મને આ ગેલેરીમાંથી કુદવાનું મન થાય છે. જો કે જશુભાઇ પટેલની વાત સાંભળીને અધ્યક્ષે તેમને બેસી જવાનો આદેશ કરતા ગૃહમાં સન્નાટો છવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્યની દાદાગીરી: હું કહું ત્યાં ઉભો રહે નહી તો પટ્ટા ઉતરી જશે, લોકોને કહ્યું મારો સાલાઓને


જશુભાઇએ જણાવ્યું કે, સરકાર બાળકનાં આરોગ્યની ચિંતા કરે તે ખુબ જ સારી છે. પરંતુ સરકારી અમારી ચિંતા પણ કરે. કારણ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ કામ માટે ધારાસભ્યોનાં ફોન પણ ઉપાડતા નથી. અધિકારીઓની આવી હરકતોથી રાત્રે મને એવું થાય છે કે હું અહીંથી કુદી જાઓ. જો કે ધારાસભ્યોનાં ઉગ્રવર્તનથી સ્થિતી પામી ગયેલા રાજેન્દ્ર ત્રિવેદીએ સ્થિતી પામીને તેમને બેસી જવા માટેનો કડક આદેશ આપ્યો હતો. જો કે આ ઘટનાક્રમ સમયે ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોમાં સન્નાટો છવાયો હતો. 


બહેનનાં દહેજ માટે બે લોકોના જીવ લઇ લીધા, સગાઓ સાથે મળીને હસતો રમતો પરિવાર વિંખી નાખ્યો


રાજ્યમાં સરકારનાં કાર્યક્રમોમાં વિપક્ષી નેતાઓનો કોઇ માન મરતબો જ નહી જળવાતો હોવાનું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં આયોજીત થતા કાર્યક્રમોમાં જે તે વિસ્તારનાં કોંગ્રેસી ધારાસભ્યોનાં પ્રોટોકોલ જળવાતો નહી હોવાનું તેમણે જણાવ્યું હતું.સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ નથી અપતા. આટલું જ નહી અધિકારીઓ કેબિનેટ મંત્રી કે ધારાસભ્યોને ગણકારતા પણ નથી. આ અંગેની GAD માં ફરિયાદ પણ થઇ છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા સહિત કુલ 8 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube