બહેનનાં દહેજ માટે બે લોકોના જીવ લઇ લીધા, સગાઓ સાથે મળીને હસતો રમતો પરિવાર વિંખી નાખ્યો
થલતેજ ખાતે થયેલ વૃધ્ધ દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી છે. પોતની બેહનના લગ્નના દહેજ માટે રૂપિયાની જરૂર હોઇ આરોપી ભરત અને રાહુલ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જો કોઇ જોઇ જોયતો હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. ઘટનાને અંજામ આપ્યો હતો. શાતીં બંગલોના સીનીયર સીટીઝનની હત્યાના કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ત્યારે તેમની સામે ચોંકાવનારી હકિકત સામે આવી હતી. હત્યા પાછળ માત્ર રૂપિયા નહી પણ દહેજની આગ હોવાનું બહાર આવ્યું. હત્યાના મુખ્ય આરોપી ભરત ગૌડ અને રાહુલ ગૌડની બહેન નિકિતાના લગ્ન 25 અપ્રીલના રોજ અંકિત સાથે થવાના હતા. અંકિતના પરિવારે નિકિતાના પરિવાર પાસેથી દહેજ રૂપે બુલેટ ટીવી ફ્રીજ અને અન્ય ઘરવખરીની માંગ કરી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : થલતેજ ખાતે થયેલ વૃધ્ધ દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી છે. પોતની બેહનના લગ્નના દહેજ માટે રૂપિયાની જરૂર હોઇ આરોપી ભરત અને રાહુલ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જો કોઇ જોઇ જોયતો હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. ઘટનાને અંજામ આપ્યો હતો. શાતીં બંગલોના સીનીયર સીટીઝનની હત્યાના કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ત્યારે તેમની સામે ચોંકાવનારી હકિકત સામે આવી હતી. હત્યા પાછળ માત્ર રૂપિયા નહી પણ દહેજની આગ હોવાનું બહાર આવ્યું. હત્યાના મુખ્ય આરોપી ભરત ગૌડ અને રાહુલ ગૌડની બહેન નિકિતાના લગ્ન 25 અપ્રીલના રોજ અંકિત સાથે થવાના હતા. અંકિતના પરિવારે નિકિતાના પરિવાર પાસેથી દહેજ રૂપે બુલેટ ટીવી ફ્રીજ અને અન્ય ઘરવખરીની માંગ કરી હતી.
જોકે નિકિતાનો પરિવાર ગરીબ હોવાથી બુલેટ ન આપવાની વાત કરતી છેવટે ટીવી અને ફ્રીજ સહિતની ઘરવખરી પર સહમત થયા હતા દહેજની આ વસ્તુઓ ખરીદવા માટે ભરત અને રાહુલે પોતના પિતાને 2 લાખ રૂપિયા આપવાના હતા. જે માટે બંને ભાઇઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ વડોદરા રહેતા હતા અને ચોરીને અઁજામ આપવા માટે બે અઠવાડિયા પહેલાં અમદવાદ આવી ચાંદલોડીયા ખાતે જનતાનગરમાં સંબંધીઓના ત્યાં રોકાયા હતા.
બહેનના લગ્ન માટે પિતાને રૂપિયા આપવાના હોઇ ભરત ગૌ઼ડે અશોક પટેલના મકાનમાં ફર્નિચરનુ કામ શરુ કર્યુ કામ દરમ્યાન ભરતને જાણ થઇ કે બંગ્લામાં વૃધ્ધ દંપતી એકલા રહે છે, તેમનો દિકરો દુબઇ સ્થિત છે અને આર્થિક સધ્ધર છે ફર્નિચરના કામકામજ દરમ્યાન ભરતે પોતાના સાળા નિતિન ગૌડને બંગલા પર બોલાવ્યો હતો. ચોરી કરવાનું નક્કી કર્યુ. બંને આરોપીઓએ ચોરી કરવાની વાત રાહુલ ગૌડ, આશિષ વિશ્વકર્મા અને બ્રીજમોહનને કરી દરમ્યાન નિતિને તેના મિત્ર રવિ શર્માને ચોરીના પ્લાન વિશે વાત કરી તો રવી શર્માએ જણાવ્યુ કે, જો તેમને કોઇ ચોરી કરતા જોઇ જાય તો તેની હત્યા કરવી ચોરી કરવા માટે ચોરીના બાઇક ઉપયોગ કરવો તથા હથિયાર સાથે રાખવા અગાઉ નક્કી કરલા પ્લાન મુજબ ચારેય આરોપી સવારે શાંતી બંગલો પહોંચ્યા હતા.
નિતિન ગૌડ ડોરબેલ વગાડી ત્યારે જ્યોત્સના બહેને ઘરનો દરવાજો ખોલ્યો હતો. જયાં ઘરમાં ચાલતા ફર્નિચરના ફોટા પાડવાના બહાને નિતિન પોતાના સાથીઓ સાથે ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ બ્રીજ મોહન અને રાહુલે અશોક પટેલનું મો દબાવતાં તે બેભાઇ થઇ ગયા હતા. ઘરમાં કોઇ ઝપાઝપી થયાનુ લાગતાં પહેલા માળે પુજા કરતાં જ્યોત્સના બહેન નીચે આવતાં સીડી પર આશીષે તેમને નીચે પાડ્યા. નિતીને છરાથી તેમની હત્યા કરી અશોકભાઇને પણ બાજુના રુમમાં લઇ જઇ ગળા પર છરીના ઘા મારી હત્યા કરી તેમના પર્સમાં રહેલા 12000 રૂપિયા તથા ઘરેણા કાઢી લીધા હતા.
દરમ્યાન નિતિન ગૌડે રવિ શર્મા સાથે ફોન પર વાત કરી ડ્રોઅર માંથી ગાડીની ચાવી મળ્યાની વાત કરી તો રવીએ ગાડી લઇને ફરાર થવાની સુચના આપી. જે પ્રમાણે રાહુલ અને બ્રીજ મોહન ગાડી લઇને ફરાર થવાના હતા. જોકે ગાડી મુખ્ય ગેટને અથડાતાં ચારેય આરોપી બાઇક લઇને ફરાર થયા હતા. હત્યના બનાવને અંજામ આપી આરોપીઓ જનતાનગર પોતાના રૂમ પર ગયા હતા. ત્યાંથી બાઇક પર પોતાના મુળ વતન ગ્વાલીયરના બરઇ ખાતે જવા રવાના થયા હતા.
જેમને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે મોબાઇલ લોકેશનના આધારે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટનો તમંચો, હત્યાના બનાવમાં વપરાયેલો છરો, હત્યાના સમયે પહરેલા કપડાં, રોકડ 1490 હત્યામાં વપરાયેલા બે ચોરીના બાઇક, આરોપીઓના છ મોબાઇલ તથા લુંટ કરેલા આઠ મોબાઇલ જપ્ત કર્યા છે. ભરત ગૌડા સિવાયના તમામ આરોપી બાઇક ચોરી અને મોબાઇલ સ્નેચીંગના રીઢા આરોપી છે. હત્યામાં વપરાયેલ બાઇક આરોપીઓએ વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ચોરી કર્યુ હતુ પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે